Home /News /national-international /ટોચના નિષ્ણાતોની ચેતવણી, Omicroનો પેટા વેરિઅન્ટ BA.2 30% વધુ ઘાતક

ટોચના નિષ્ણાતોની ચેતવણી, Omicroનો પેટા વેરિઅન્ટ BA.2 30% વધુ ઘાતક

વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનના તમામ પ્રકારો વિશે ચેતવણી આપી છે.

કોરોના વાયરસ (Coronavirus)ના નિષ્ણાતોએ કોરોના વાયરસના અત્યંત ચેપી વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના પેટા વેરિઅન્ટ BA.2 અંગે ચેતવણી આપી છે,

કોરોના વાયરસ (Coronavirus)ના નિષ્ણાતોએ કોરોના વાયરસના અત્યંત ચેપી વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના પેટા વેરિઅન્ટ BA.2 અંગે ચેતવણી આપી છે, એક્સપર્ટે તેને Omicron કરતાં 30 ટકા વધુ આક્રમક ગણાવ્યો છે. અમેરિકન પબ્લિક હેલ્થ સાયન્ટિસ્ટ એરિક લિઆંગ ફિયગ-ડિંગે (American public health scientist Eric Liang Fig-Ding) SARS-CoV-2 વાયરસના અત્યંત પ્રસારિત થઈ શકે તેવા ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિયન્ટ BA.2 સંબંધિત ડેટા શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે BA.2 યુરોપ અને અન્ય દેશોમાં સક્રિય થઈ રહ્યો છે અને અન્ય પ્રકારો કરતાં વધુ ઝડપથી ચેપ ફેલાવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો- Exclusive Interview: બજેટ અંગે નાણામંત્રીએ શું કહ્યું? અહીં વાંચો રસપ્રદ વાતો

તેમણે કહ્યું કે BA.2 નો વિકાસ દર પણ સપ્તાહ દીઠ 125 ટકા છે, જે ખૂબ જ ઝડપી છે. તે ખૂબ જ ટૂંક સમયમાં અન્ય વેરિઅન્ટ્સને પછાડીને સૌથી વધુ પ્રભાવી બનશે. વૈશ્વિક સ્તરે 25 જાન્યુઆરી સુધીમાં જાહેર વાયરસ ટ્રેકિંગ ડેટાબેઝ GISAID ને સબમિટ કરાયેલા 98.8% અનુક્રમિત કેસોમાં BA.1 નો હિસ્સો હતો પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, કેટલાક દેશોમાં BA.2 તરીકે ઓળખાતા સબવેરિયન્ટમાં તાજેતરનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અન્ય પ્રકારોની જેમ, BA.2નું સંક્રમણ કોરોનાવાયરસ ઘરેલું ટેસ્ટ કીટ દ્વારા શોધી શકાય છે. જોકે તેઓ કહી શકતા નથી કે કયો પ્રકાર જવાબદાર છે.

આ પણ વાંચો- Gujarat corona update: છેલ્લા 24 કલાકમાં 8,934 કેસ, 34 દર્દીઓના મોત

BA.1 અને BA.2 ઉપરાંત WHO એ ઓમિક્રોન અમ્બ્રેલા હેઠળ બે અન્ય સબવેરિયન્ટ્સ BA.1.1.1.529 અને BA.3 ની યાદી આપી છે. બધા આનુવંશિક રીતે નજીકથી સંબંધિત છે પરંતુ દરેકમાં પરિવર્તન થાય છે જે તેમના વર્તનને બદલી શકે છે. ટ્રેવર બેડફોર્ડ, ફ્રેડ હચિન્સન કેન્સર સેન્ટરના કોમ્પ્યુટેશનલ વાઈરોલોજિસ્ટ કે જેઓ SARS-CoV-2ની ઉત્ક્રાંતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે BA.2 ડેનમાર્કમાં લગભગ 82%, યુકેમાં 9% અને દુનિયામાં 8% કેસ ધરાવે છે.
First published:

Tags: Coronavirus, Economic Crisis, Omicron Case

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો