OMG! 22 વર્ષ બાદ ભિક્ષુકના સ્વાંગમાં પતિ ઉદયને જોઈને ચોંકી પત્ની, પરિવારે માની લીધો હતો મૃત

ઝારખંડનો પતિ બની ગયો સાધુ,. 22 વર્ષે પત્ની પાસે આવ્યો ભિક્ષા લેવા

jharkhand News of Gadhwa : આ કિસ્સો જાણીને તમે પણ આશ્ચર્ય પામશો પરંતુ આ સત્ય ઘટના છે. જ્યાં એક પત્નીએ 22 વર્ષથી ઘર છોડીને જતા રહેલા પતિને મૃત સમજી લીધો હતો.

  • Share this:
    ગઢવા : ઝારખંડ (Jharkhand) રાજ્યના ગઢવા (Gadhwa) જિલ્લામાં એક આશ્ચર્યજનક (OMG) સત્ય ઘટના ઘટી છે. આ મામલો જાણીને સૌ કૈઈ ચોંકી ગયા છે જ્યાં 22 વર્ષથી મૃત મનાતો (Dead Man) એક વ્યક્તિ જિવીત (Found Alive) મળી આવ્યો છે. જોકે, આ વ્યક્તિ ફક્ત જિવીત જ નથી પરંતુ સાધુ બની ગયો છે. સૌથી વધુ ચૌંકાવનારી વાત એ હતી કે આ વ્યક્તિ સાધુ (Husband Became Monk) તરીકે ભિક્ષા માંગવા નીકળ્યો હતો ત્યારે તેના પર જે મહિલાનું ધ્યાન પડ્યું તે અન્ય કોઈ નહીં પરંતુ તેની જ પત્ની હતી.

    એક મહિલા જે છેલ્લા 22 વર્ષથી વિધવા તરીકે જીવતી હતી તેનો ભેટો તેના સેથાના સિંદુરના સાક્ષી સાથે થઈ ગયો પરંતુ આ વ્યક્તિએ સંસાર છોડી દીધો હતો અને તે બની ગયો હતો સાધુ. ફિલ્મી સ્ટોરી જેવો આ કિસ્સો સત્ય ઘટના છે.

    બનાવની વિગતો એવી છે કે ઝારખંડના સેમોરા ગામના નિવાસી ઉદય સાવ 22 વર્ષ પહેલાં પોતાના માતાપિતાનું ઘર છોડીની નીકળી ગયા હતા. ત્યારબાદ તેનો કોઈ અતપતો નહોતો. પરિવારે ઉદયની ખૂબ તલાશ કરી પરંતુ તેની ભાળ મળી શકી નહોતી.

    આ પણ વાંચો : સ્વીટી પટેલ કેસ : અજયે ડેડ બોડી સળગાવી ત્યાંથી મળ્યા 5 દાંત, આંગળીની અસ્થિ, વીંટી

    એક સમય પછી પરિવારે તેને મૃત સમજી અને તેની શોધ બંધ કરી દીધી હતી. તેની પત્ની અને એક દીકરો લાચાર બનીને જિંદગી વિતાવી રહ્યા હતા. લોકોની મદદથી આ વિધવા જિંદગી જીવતી અબળા ભરણપોષણ કરતી હતી.

    હાથમાં સારંગી મુખે ભજન

    દરમિયાન હાથમાં સારંગી લઈને એક સાધુ એક દિવસ ભિક્ષા માંગવા માટે આવી પહોંચ્યા. જ્યારે મહિલા ભિક્ષા આપવા માટે બહાર ગઈ તો ગોરખનાથનું ભજન ગાઈ રહેલો સાધુ કોઈ અન્ય નહીં પરંતુ તેનો પતિ ઉદય સાવને જોઈને પત્ની ચોંકી ગઈ હતી. પતિને જોઈ પત્ની ધ્રૂસકે અને ધ્રૂસકે રડી પડી અને સાધુનો વેશ છોડીને પરિવાર સાથે રહેવા માટે વિનંતી કરવા લાગી પરંતુ ઉદય વારંવાર

    'ઉદયે કહ્યું પત્નીની ભિક્ષા વગર સિદ્ધી નહી'

    ઉદયે જણાવ્યું હતું કે પત્નીની ભિક્ષા વગર મને સિદ્ધી પ્રાપ્ત નહીં થાય. એટલે મને ભિક્ષા આપી અને મારા કર્તવ્યનું પાલન કરવા દો. જોગીના ભે।માં વરસો પછી આવેલા ઉદયને જોવા માટે ગામની મેદની ઉમટી પડી હતી.

    આ પણ વાંચો : મેટલ ડિટેક્ટરના લીધે કિસ્મત ચમકી, 1200 વર્ષ જૂનો રેર સોનાનો સિક્કો મળતા 'કરોડોની લોટરી' લાગી

    ઘરના બદલે કૉલેજમાં રોકાયો છે સાધુ ઉદય

    દરમિયાન સાધુ ઉદય અત્યારે પોતાના ઘરના બદલે ગામમાં આવેલા કૉલેજના પરિસરમાં રોકાયો છે. તેણે સંસાર ત્યજી દીધો હોવાથી ઘરે આવવાનો ઇન્કાર કરી દીધો છે. અનેક લોકો પ્રયાસ કરી રહ્યા છે કે તે સંસારમાં પરત આવે પરંતુ ઉદય પોતાની ભક્તિમાં લીન છે. તે બાબા ગોરખનાથના ધામ પર યજ્ઞ અને ભંડારા માટે પૈસા એકઠા કરવા માટે વ્યસ્ત છે.
    Published by:Jay Mishra
    First published: