Home /News /national-international /FBમાં ફોલોવર્સ વધારવા યુવકે કર્યુ ધૃણાસ્પદ કૃત્ય, પત્નીની સ્નાન કરતી તસવીરો કરી પોસ્ટ

FBમાં ફોલોવર્સ વધારવા યુવકે કર્યુ ધૃણાસ્પદ કૃત્ય, પત્નીની સ્નાન કરતી તસવીરો કરી પોસ્ટ

(પ્રતિકાત્મક તસવીર)

Shocking insident: ફેસબુકની લત અને ફોલોઅર્સ વધારવાની ઘેલછામાં યુવકે કરેલી કરતૂતથી લોકો ચોંકી ઉઠયા છે.

દિલ્હી: આજે લોકો સોશ્યલ મીડિયા (Social Media) પાછળ ઘેલા બની ગયા છે. ફેસબુક સહિત વિવિધ સોશ્યલ મીડિયા એપ પર વધુ ફોલોઅર્સ (Followers) હોવા સ્ટેટસ ગણાય છે. આ વ્યસન લોકોના જીવન પર કયા સ્તર સુધી અસર કરી રહ્યું છે તેનું તાજું ઉદાહરણ ફિરોઝાબાદ (Firozabad)થી સામે આવ્યું છે. ફેસબુકની લત અને ફોલોઅર્સ વધારવાની ઘેલછામાં યુવકે (husband uploaded picture of his wife taking bath) કરેલી કરતૂતથી લોકો ચોંકી ઉઠયા છે.

શું છે સમગ્ર ઘટના?

ફિરોઝાબાદથી આખો મામલો સામે આવ્યો છે. 26 વર્ષીય મહિલાએ પોતાના 28 વર્ષીય પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ પર આરોપ છે કે, તેણે પત્ની નહાતી હોય તેવો વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. પત્નીનું કહેવું છે કે પતિ દિલ્હીના ઉત્તમ નગરમાં રહે છે. તે સર્કસમાં કામ કરે છે. યુવક અવારનવાર પત્નીને વીડિયો કોલ કરતો હોય છે. આ દરમિયાન એકવાર તે ન્હાતી વખતે તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તે ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.

આ પણ વાંચો: 15થી વધુ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

ફોલોવર્સ વધારવા વટાવી હદ

પોલીસમાં કેસ નોંધાયા બાદ પતિનું ફેસબુક એકાઉન્ટ પહેલા ડિલીટ કરી દેવામાં આવ્યું છે. જેથી આ મહિલાનો વીડિયો શેર થવાથી રોકી શકાય. પોલીસે આરોપી યુવક સામે પણ ગુનો નોંધ્યો છે. આ મામલે ગુસ્સે ભરાયેલી મહિલાનું કહેવું છે કે મારો પતિ સોશિયલ મીડિયાનો બંધાણી છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ વધારવા માટે આટલી હદે જશે.

ફોટો-વીડિયો ડિલીટ કરવાનો કર્યો ઇનકાર

મહિલાએ વધુમાં કહ્યું કે, જ્યારે મેં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મારી અશ્લીલ તસવીરો જોઈ ત્યારે મને આશ્ચર્ય થયું. તેની ફેસબુક પ્રોફાઇલમાંથી ફોટા અને વીડિયો તાત્કાલિક દૂર કરવા જણાવ્યું હતું. મારા પતિએ તેનો ઇનકાર કર્યો હતો. તેથી જ મારે પોલીસ કેસ કરવાની ફરજ પડી હતી.

મહિલાએ કરી કડક કાર્યવાહીની માંગ

મહિલાએ જણાવ્યું કે, હું ઇચ્છું છું કે મારા પતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવા જોઈએ. ફરિયાદના આધારે જસરાના પોલીસ સ્ટેશનમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી (એમેન્ડમેન્ટ) એક્ટ 2008ની કલમ 67 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

પોલીસ કરી રહી છે તપાસ

એસએચઓ જસરાના એ.પી.સિંહે જણાવ્યું હતું કે, અમે સાયબર સેલમાં મહિલાની અશ્લીલ તસવીરો અપલોડ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ફેસબુક પ્રોફાઇલની લિંક મોકલી હતી. ત્યારબાદ એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, National news

विज्ञापन
विज्ञापन