Home /News /national-international /8 મહિનાની ગર્ભવતી પ્રેમિકા સાથે યુવકના લગ્ન, પાંચ કલાકમાં જ યુવતીનું મોત!

8 મહિનાની ગર્ભવતી પ્રેમિકા સાથે યુવકના લગ્ન, પાંચ કલાકમાં જ યુવતીનું મોત!

લગ્નના પાંચ કલાક બાદ જ નવવિવાહિત મહિલાનું મોત

Shocking Incident: ત્રણ વર્ષ સુધી ચાલેલા પ્રેમ સંબંધ બાદ ગુરુવારે સાંજે યુવતી પ્રેમિકામાંથી પત્ની બની હતી. સાથે જ તે 8 મહિનાની ગર્ભવતી પણ હતી.

    રામપુર: યુપીના રામપુરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં લગ્નના પાંચ કલાક બાદ જ નવવિવાહિત મહિલાનું મોત થયું હતું. ત્રણ વર્ષ સુધી ચાલેલા પ્રેમ સંબંધ બાદ ગુરુવારે સાંજે યુવતી પ્રેમિકામાંથી પત્ની બની હતી. સાથે જ તે 8 મહિનાની ગર્ભવતી પણ હતી. રાત્રે પતિને તેના પિયરના લોકોને તબિયત ખરાબ થઇ હોવાની જાણ કરી હતી. સાસરિયાવાળો તેને હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. મૃતક યુવતીના પિતાએ હત્યાનો આરોપ મૂકતા પ્રેમી પતિ સહિત ત્રણ વિરુદ્ધ કલમ 304-બી અને 506 હેઠળ ગુનો નોંધાવ્યો છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

    મળતી માહિતી અનુસાર, ગુરુવારે જ મંદિરમાં બન્ને પક્ષોની સહમતિથી પ્રેમી યુગલના લગ્ન કરાવવામાં આવ્યા હતા. મોતના સમાચાર મળતાં જ યુવતીના પિયરના લોકો આવી પહોંચ્યા હતા. તેમણે સાસરિયા પર હત્યાનો આરોપ મૂકતાં પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે પતિ સહિત ત્રણ વિરુદ્ધ દહેજ-હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

    આ પણ વાંચો:  દેશના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતની શું છે ખાસિયતો?

    રામપુરના કેમરી વિસ્તારના એક ગામમાં રહેતી 19 વર્ષીય રાજેશ્વરીના ફોઇના પુત્ર પ્રેમ સાથે સંબંધ હતો. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ એક-બીજાના સંપર્કમાં હતા. આ દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. તેઓ ઘણા સમયથી લગ્ન વિશે વિચારી રહ્યા હતા પરંતુ ઘરના લોકોને તેની જાણ કરવાની તાકાત નહોતી. કેટલાક મહિનાઓ સુધી યુવતીએ પોતે ગર્ભવતી હોવાની વાત પોતાના ઘરના લોકોથી છૂપાવી હતી.

    યુવતીને 8 મહિનાનો ગર્ભ હતો અને તેના શારીરિક બદલાવને લીધે યુવતીની માતાએ આ વાતની જાણ થઇ હતી. જે બાદ આ સમગ્ર વાત પરિવાર વચ્ચે આવી હતી. વાત પરથી પડદો ઉચકાતા યુવતીએ તેના પ્રેમી સાથે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી હતી. બન્ને પરિવારની સહમતિ બાદ ગુરુવારે સાંજે 4 કલાકે મંદિરમાં તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ યુવતી સાસરીમાં ગઇ હતી. જ્યારે રાતે 9.30 કલાકે પતિએ યુવતીના પિયરના લોકોને જાણ કરી હતી કે તેની તબિયત ખરાબ થઇ હોવાથી તેને હોસ્પિટલ લઇ જઇ રહ્યા છે. યુવતીને હોસ્પિટલ લઇ જતાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે પોલીસે પતિ, સસરા અને કાકા સસરા વિરુદ્ધ દહેજ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, National news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन