Home /News /national-international /

મૃત્યુ બાદ લાશને દોઢ વર્ષ સુધી ઘરમાં મમીની જેમ સાચવીને રાખી, રુંઆટા ઉભા કરી દે તેવી ઘટના

મૃત્યુ બાદ લાશને દોઢ વર્ષ સુધી ઘરમાં મમીની જેમ સાચવીને રાખી, રુંઆટા ઉભા કરી દે તેવી ઘટના

(પ્રતિકાત્મક તસવીર)

Shocking incident: એક ઇનકમ ટેક્સ અધિકારીની લાશને પરિવારે દોઢ વર્ષ સુધી ઘરમાં જ સાચવીને રાખી હતી

    કાનપુર: ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ઇનકમ ટેક્સ અધિકારીની લાશને પરિવારે દોઢ વર્ષ સુધી ઘરમાં જ સાચવીને રાખી હતી. આટલું જ નહીં, આ પરિવાર લાશ સાથે જ સૂઇ રહેતું હતું. દોઢ વર્ષ સુધી પરિવારે આ વાત છૂપાવી રાખી હતી. તેઓ લોકોને કહેતા કે ઇનકમ ટેક્સ અધિકારી કોમામાં છે. જોકે, વાસ્તવમાં દોઢ વર્ષ પહેલા જ હોસ્પિટલે તેમનું ડેથ સર્ટિફિકેટ આપી દીધું હતું. આ વાત સમગ્ર વિસ્તારમાં વાયુવેગ ફેલતાં ચકચાર મચી છે.

    લાશને ઘરમાં દોઢ વર્ષ સુધી સાચવી રાખવાની વાત સામે આવતાં આરોગ્ય વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ પણ દોડી ગઇ હતી. લાશનો કબ્જો લીધા બાદ તપાસ માટે મેડિકલ કોલેજ મોકલવામાં આવી છે. ડોક્ટર્સે જણાવ્યું કે, લાશેને મમીની જેમ બનાવીને કપડામાં જકડીને લપેટવામાં આવી હતી.

    આ પણ વાંચો: નવરાત્રીમાં વરસાદ વિધ્ન બને તો ખેલૈયાઓને રિફંડ મળશે? આયોજકોએ લીધા 2 કરોડના વીમા

    રોશન નગરમાં રહેતા વિમલેશ કુમાર ઇનકમ ટેક્સમાં કામ કરતાં હતાં. વર્ષ 2021માં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા અને ડેથ સર્ટિફિકેટ પણ આપ્યું હતું. લાશને ઘરે લાવ્યા બાદ પરિવારે અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ અચાનક જ પરિવારે અંતિમ સંસ્કાર સ્થગિત કરતાં જણાવ્યું હતું કે, મૃતકને હોશ આવી ગયો છે. જે બાદ લગભગ દોઢ વર્ષથી લાશને ઘરમાં એક પલંગ પર રાખવામાં આવી હતી.

    પરિવારજનો લોકોને કહેતા કે, વિમલેશ કોમામાં છે. એક દિવસ ઇનકમ ટેક્સ વિભાગે તપાસ માટે કાનપુરના સીએમઓ કાર્યાલયને એક પત્ર મોકલ્યો, ત્યારે આજે શુક્રવારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે. આ મામલે મૃતકના પિતાનું કહેવું છે કે, એપ્રિલ 2021માં પુત્ર બીમાર હતો. આથી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. પરંતુ અમે તેને ઘરે લઇને આવ્યા તો અમે જોયું કે તેની નાડી ચાલતી હતી. તેના હ્રદયના ધબકારા પણ ચાલુ હતા. આથી અમે તેનું અંતિમ સંસ્કાર કર્યું નહીં.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, National news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन