Ukraine Crisis: હાલમાં યુક્રેનની રાજધાની કીવનાં (Kyiv) સ્થાનિકોની પરિસ્થિતિ કેવી છે તેનાં પર એક નજર કરીએ તો હ્રદય દ્રવી ઉઠશે. કારણ કે રશિયન સૈનિકો યુક્રેનનાં રસ્તા પર ટેંક લઇને ફરી રહ્યાં છે. એટલું જ નહીં કોઇ સ્થાનિકની ગાડી જોવા મળે તો તેનાં પર ટેંક જ ચડાવી દે છે. જેનો વીડિયો (Viral Video) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે.
Russia-Ukraine War: રશિયન સૈનિક ટેંક લઇને યુક્રેનનાં રસ્તા પર ફરતો હતો અને તેની નજર સામે એક ગાડી પસાર થાય છે અને તે ગાડી ઉપર જ ટેંક ચડાવી દે છે. તદ્દન નિર્દયતાથી આ કૃત્ય રશિયન સૈનિક દ્વારા કરવામાં આવ્યું છે. આ ગાડીમાં એક વૃદ્ધ સવાર હતો. અને તે સુરક્ષિત છે. સ્થાનિક લોકોએ તેને ગાડીમાંથી બહાર કાઢી લીધો છે અને તે દેખરેખ હેઠળ છે. હાલમાં યુક્રેનની રાજધાની કીવનાં (Kyiv) સ્થાનિકોની પરિસ્થિતિ કેવી છે તેનાં પર એક નજર કરીએ તો હ્રદય દ્રવી ઉઠશે. કારણ કે રશિયન સૈનિકો યુક્રેનનાં રસ્તા પર ટેંક લઇને ફરી રહ્યાં છે. એટલું જ નહીં કોઇ સ્થાનિકની ગાડી જોવા મળે તો તેનાં પર ટેંક જ ચડાવી દે છે. જેનો વીડિયો (Viral Video) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો જોઇને લોકો રશિયન સૈનિકોની ખતરનાક માનસિકતાથી ડરી રહ્યા છે.
પ્રખ્યાત વેબસાઇટ અલઝઝીરાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જે જોત જોતામાં વાયરલ થઇ ગયો છે
યુક્રેનનાં 137 જવાન માર્યા ગયા અને રશિયાનાં 1000 જેટલાં- રશિયા યુક્રેન જંગમાં વાર-પલટવાર ચાલુજ છે. યુક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું કે, ત્રણ દિવસનાં યુદ્ધમાં અત્યાર સુધીમાં 137 હીરોઝે તેમનો જીવ ગુમાવ્યો છે. જેમાં 10 સૈન્ય અધિકારી પણ છે. યુ્કરેનની સેનાએ દાવો કર્યો છે કે તેમણે 1000થી વધુ રશિયન સૈનિકોને ઠાર માર્યા છે.
તો રશિયાન રક્ષામંત્રાલયનો દાવો છે કે, યુક્રેનનાં 211 સૈન્ય ઠેકાણા નષ્ટ કર્યાં છે. બીજી તરફ યુક્રેનનો પલટવાર છે કે, તેમણે રશિયાનાં ઓછામાં ઓછા 80 ટેંક, 516 બખ્તરબંધ ગાડીઓ, 7 હેલિકોપ્ટર, 10 એરક્રાફ્ટ અને 20 ક્રુઝ મિસાઇલ નષ્ટ કરી છે.
બુલ્ગારિયાએ રશિયા માટે બંધ કર્યું તેમનું એર સ્પેસ્- યુક્રેન પર હુમલો કરવા માટે રશિયાને ભારે પડે છે કારણ કે દુનિયાભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. એવામાં બુલ્ગારિયાએ પણ રશિયન વિમાનોને તેમની એર સ્પેસ (AirSpace) બંધ કરી દીધી છે. જોકે ,આ પહેલાં અમેરિકાએ પણ રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી સહિત ઘણાં લોકોની સંપત્તિ ફ્રીઝ કરવાોન નિર્ણય લીધો છે.
કીવમાં છે ભારે ગોળીબાર- રશિયા દ્વારા યુક્રેન પર હુમલાની તાજા તસવીરો સામે આવી છે. યુક્રેનમાં હજુ સવાર થઇ છે પણ સવરા થતા જ લોકોની સામે ખૌફનાક દ્રશ્યો છે. ત્યાં આ સમયે ભારે ગોળીબાર થઇ રહ્યો છે. કીવનાં આસમાનમાં ફાઇટર પ્લેનની ગર્જના સંભળાય છે. તો ત્યાં સુર્ય પ્રકાશ હજું સપુર્ણ પણે ફેલાયોનથી. રસ્તા પર સન્નાટો છે. પણ ગોળીઓનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. લોકો ઘરમાં છુપાયેલાં છે. કેટલાંક તેમનું ઘર છોડીને ઘરે પરત ફરી ગયા છે. અને કેટલાંક તક મળતાં જ સુરક્ષિત સ્થાન તરફ આગળ વધી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર