Home /News /national-international /ઘર કી મુર્ગી દાલ બરાબર: હસીન પરીના સપના જોતાં પતિએ હદ વટાવી!

ઘર કી મુર્ગી દાલ બરાબર: હસીન પરીના સપના જોતાં પતિએ હદ વટાવી!

(પ્રતિકાત્મક તસવીર)

Shocking Crime: પતિ-પત્ની પર તાબડતોડ ગોળીબારની ઘટનામાં તપાસ કરતી પોલીસ એક ખતરનાક ષડયંત્ર ઉકેલવામાં સફળ રહી છે.

    દિલ્હી: પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ અને પ્રેમનો સંબંધ ઘટતો જતો હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ચોંકવનારી વાત તો એ છે કે, પતિ અને પત્ની દ્વારા જ એકબીજાની હત્યા અથવા ખૂની ખેલના ષડયંત્રની ઘટના સમાજને ચોંકાવી રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જે હકીકત સૌ કોઇને દંગ કરી દે તેવી છે. પતિ-પત્ની પર તાબડતોડ ગોળીબારની ઘટનામાં તપાસ કરતી પોલીસ એક ખતરનાક ષડયંત્ર ઉકેલવામાં સફળ રહી છે. પોલીસ અનુસાર, પતિએ પોતે જ સોંપારી આપી પત્નની હત્યા કરાવવાનું કાવતરું ઘડયું હતું.

    બુધવારે સાંજે એક કપલ પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં આરોપીઓએ તેમની પર ગોળીબાર કર્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેની પાસેથી એક દેશી પિસ્તોલ, બે કારતૂસ, મોબાઇલ અને મોટર સાઇકલ કબ્જે કરી છે.

    સમગ્ર ઘટનાની વાત કરીએ તો, બુધવારે સાંજે બિહારના ભોજપુરમાં પકડિયાબાર ગામમાં પતિ-પત્ની પર ફાયરિંગ કરાયું હોવાની ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આ ઘટના પાછળ પતિનો જ હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસ અનુસાર, પતિ ઉત્તમ કુમાર વિશ્વકર્માએ બે લાખ રૂપિયા આપી આરોપીઓને પત્ની સંધ્યા દેવીની હત્યા કરવા માટે સોપારી આપી હતી.

    આ પણ વાંચો: સેક્સ અને ડ્રગ્સની જાળમાં વિદેશી મહિલાઓ, ડ્રગ્સ આપી 10 શખ્સો માણતા સેક્સ

    મહત્વનું છે કે, આરોપીઓએ પત્ની પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેનો પતિ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પતિ અને પત્ની રેસ્ટોરાંમાં જઇ રહ્યા હતા ત્યારે જ આરોપીઓએ તાબડતોડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને જોતાં કોઇ શંકા પણ ન કરી શકે કે તેની પાછળ પતિનો હાથ હશે. પરંતુ પોલીસે કલાકોમાં જ આરોપી નવનીત કુમાર તિવારી અને કૃષ્ણકાંત ગુપ્તાને ઝડપી પાડ્યો હતો અને તેમની પૂછપરછમાં અલગ જ કેફિયત સામે આવી હતી.

    પોલીસ તપાસમાં આરોપીઓએ ગુનાનો સ્વીકાર કર્યો હતો અને બે લાખ રૂપિયામાં પતિ ઉત્તમ કુમાર વિશ્વકર્માએ જ પત્નીની સોંપારી આપી હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે આરોપી પતિને ઝડપી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પત્ની સુંદર ન હોવાથી તેણે તેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, National news

    विज्ञापन
    विज्ञापन