Rapist Father : પિતા જ બન્યો હેવાન, 11 વર્ષની દીકરી પર અનેક વાર ગુજાર્યો બળાત્કાર
પિતાએ દીકરી પર બળાત્કાર કર્યો
Rapist Father : રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક ચોંકાવનારો ગુનો નોંધાયો છે. અહીં એક પિતા પર પોતાની જ પુત્રીના યૌન શોષણનો આરોપ લાગ્યો છે. પોલીસે પિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સગીર યુવતીએ આંગણવાડી કાર્યકર મારફત પોલીસમાં ફરિયાદ કરી છે. આરોપી પિતા પુત્રી સાથે ઘરમાં એકલો જ રહેતો હતો.
Father Rape on Daughter : વ્યક્તિ આજે જાણે હેવાન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. રેપ અને શારીરિક શોષણના(Rape) કિસ્સા અટકવાનું નામજ નથી લઇ રહ્યા. આજે અમે તમને એવી એક દર્દનાક ઘટના વિષે જણાવીશું કે તમે પણ એક વ્યક્તિ પ્રત્યે ગુસ્સો આવશે. આ વાત રાજસ્થાનના બુંદી જિલ્લાના કાપરેન જગ્યાની છે. જ્યાં એક પિતાએ પોતાનીજ દીકરી પાર બળાત્કાર(Rape) ગુજાર્યો છે.
આરોપ છે કે 11 વર્ષીય દીકરી પર તેનાજ પિતા છેલ્લા 2 વર્ષથી શારીરિક દુસ્કર્મ(Rape) કરી રહ્યા છે. પીડિત દીકરીએ આંગણવાડી કાર્યકર સાથે આવીને ડીએસપી કેશવરાયપાટનને ફરિયાદ કરતા પોલીસ હરકતમાં આવી છે. કાપરેન પોલીસ સ્ટેશને આરોપી પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તેની અટકાયત કરીને ઘટનાની તપાસ શરૂ કરી છે.
પોલીસે સગીર પીડિતાના રિપોર્ટ પર પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક શંકરલાલ મીણાએ જણાવ્યું કે વિસ્તારની એક સગીર છોકરીએ ફરિયાદ કરી છે કે તેના પિતા બે વર્ષથી તેનું શોષણ(Rape) કરી રહ્યા છે. પીડિતાની માતાએ જ્યારે તે એક વર્ષની હતી ત્યારથીજ સંબંધ છોડી દીધો હતો. તેનો તેની પુત્રી સાથે કોઈ સંપર્ક નથી.
બુંદીના ડીએસપી શંકરલાલ મીણાએ જણાવ્યું કે માતાના ગયા પછી ઘરમાં માત્ર સગીર અને તેના પિતા જ રહેતા હતા. 11 વર્ષની પીડિતા આઠમા ધોરણની વિદ્યાર્થીની છે. આરોપી પિતાએ 2 વર્ષમાં અનેક વખત તેની સાથે શારીરિક શોષણની(Rape) ઘટનાને અંજામ આપ્યો છે. ગુરુવારે તેણે ગામની આંગણવાડી કાર્યકરના સંબંધીને સમગ્ર મામલાની જાણ કરી હતી. આંગણવાડી કાર્યકરે સમગ્ર મામલો નાયબ પોલીસ અધિક્ષકને જણાવતાં પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ મામલે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર