Home /News /national-international /Shocking: સગીરાને પસંદ ના આવ્યો 45 વર્ષનો પતિ, 22 વર્ષના ભત્રીજા સાથે થયો પ્રેમ, બન્ને ઘરેથી ભાગી ગયા

Shocking: સગીરાને પસંદ ના આવ્યો 45 વર્ષનો પતિ, 22 વર્ષના ભત્રીજા સાથે થયો પ્રેમ, બન્ને ઘરેથી ભાગી ગયા

બાલ કલ્યાણ સમિતિના સદસ્ય ગિરીશ ગુર્જરના મતે સગીરા મધ્ય પ્રદેશની રહેવાસી છે. લગભગ દોઢ વર્ષ પહેલા તેના માતા-પિતાએ તેના લગ્ન તેની મરજી વિરુદ્ધ ધૌલપુરના નિવાસી એક વ્યક્તિ સાથે કરાવ્યા હતા

Shocking news - સગીરાનો પતિ ઉંમરમાં મોટો હોવાથી તે તેને પસંદ કરતી નથી અને તેની સાથે રહેવા માંગતી નથી

    ધૌલપુર : રાજસ્થાનના (Rajasthan)ધૌલપુર (Dholpur)જિલ્લામાં એક ચોંકાવનારો (Shocking Incident)કેસ સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના રહેવાસી માતા-પિતાએ 16 વર્ષીય સગીરાના લગ્ન (Marriage) ધૌલપુર જિલ્લાના રહેવાસી એક 45 વર્ષીય વ્યક્તિ સાથે કરાવી દીધા હતા. સગીર યુવતીને આ સંબંધ પસંદ ન હતો. જેથી તે પોતાના જેઠના 22 વર્ષીય પુત્રના પ્રેમમાં પડી હતી. આ પછી તેની સાથે ભાગી (Minor aunt eloped with nephew)ગઇ છે. યુવતીના સાસરિયાવાળાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે યુવતીને શોધી બાલ કલ્યાણ સમિતિ સામે હાજર કરી હતી. ત્યાં કાઉન્સલિંગ પછી તેને સખી વન સ્ટોપ સેન્ટર મોકલી દેવામાં આવી છે.

    બાલ કલ્યાણ સમિતિના સદસ્ય ગિરીશ ગુર્જરના મતે સગીરા મધ્ય પ્રદેશની રહેવાસી છે. લગભગ દોઢ વર્ષ પહેલા તેના માતા-પિતાએ તેના લગ્ન તેની મરજી વિરુદ્ધ ધૌલપુરના નિવાસી એક વ્યક્તિ સાથે કરાવ્યા હતા. આ પછી તેમને એક પુત્રી થઇ હતી. સગીરાએ જણાવ્યું કે તે પોતાના પતિ સાથે રહેવા માંગતી નથી. તેની સાથે છૂટાછેડા લઇને માતા-પિતા સાથે રહેવા માંગે છે.

    આ પણ વાંચો - ટ્યૂશન ટીચર સ્ટૂડન્ટને બાંધતી હતી રાખડી! પિતા સાથે હતા શારિરીક સંબંધો, 7 વર્ષમાં ખર્ચ કરાવ્યા 40 લાખ

    ઓક્ટોબર 2011માં અપહરણનો કેસ નોંધાવ્યો હતો

    ગિરીશ ગુર્જરે જણાવ્યું કે હાલ સગીરાને સખી વન સ્ટોપમાં અસ્થાયી રુપથી દાખલ કરવામાં આવી છે. તેના માતા-પિતાને પણ બોલાવ્યા છે. માતા-પિતા આવ્યા પછી સગીરા અને તેની 1 વર્ષીય પુત્રીના હિતને જોઈને નિયમ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. સગીરાના પતિએ ઓક્ટોબર 2021માં મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

    સીમ કાર્ડ બદલીને વાત કરતી હતી

    આ પછી પોલીસે સગીરાને શોધવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો જોકે તેની જાણ થઇ ન હતી. કાઉન્સલિંગ દરનિયાન સગીરાએ કહ્યું કે તે સીમ કાર્ડ બદલી-બદલીને વાત કરતી હતી. આ પછી સીમ કાર્ડને તોડી નાખતી હતી. આ કારણે પરિવારજનો અને પોલીસ પકડી શક્યા ન હતા. જોકે આખરે પોલીસ પકડવા સફળ રહી હતી.

    ભાગીને હરિયાણા પહોંચી ગઈ હતી

    ગિરીશ ગુર્જરે જણાવ્યું કે સગીરા ઓક્ટોબરમાં ધૌલપુરથી ભાગીને હરિયાણા જતી રહી હતી. ત્યાં ભત્રીજા સાથે પ્રાઇવેટ નોકરી કરી અને સારી રીતે જીવન પસાર કરતી હતી. સગીરાનો પતિ ઉંમરમાં મોટો હોવાથી તે તેને પસંદ કરતી નથી અને તેની સાથે રહેવા માંગતી નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Rajasthan news, Shocking news

    विज्ञापन
    विज्ञापन