Home /News /national-international /16 વર્ષની સગીરા પર 8 લોકોએ કર્યો ગેંગરેપ, લગાતાર 12 કલાક સુધી દીકરીને કરવામાં આવી પ્રતાડિત
16 વર્ષની સગીરા પર 8 લોકોએ કર્યો ગેંગરેપ, લગાતાર 12 કલાક સુધી દીકરીને કરવામાં આવી પ્રતાડિત
પ્રતિકાત્મક ફોટો
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની પોલીસે ગેંગરેપના આરોપમાં 8 લોકોની ધરપકડ કરી છે. 16 વર્ષની યુવતીએ પોલીસને લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ 16 ડિસેમ્બરની રાતથી 17 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સુધી તેના પર ત્રાસ ગુજાર્યો હતો. આરોપીઓ તેને રાત્રે 8 વાગે નિર્જન બંગલામાં લઈ ગયા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તે પછી બીજા દિવસે તે તેણીને બીચ પર લઈ ગયો અને ઝાડીઓમાં તેની સાથે દૃષ્કર્મ ગુજાર્યો હતો.
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી એક હેવાનિયતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે અહીં 16 વર્ષની સગીર છોકરી પર સામૂહિક બળાત્કારના આરોપમાં 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસે રવિવારે જણાવ્યું કે, બળાત્કારની આ ઘટના 16-17 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે બની હતી. આરોપીએ પહેલા ખાલી બંગલામાં બાળકી પર બળાત્કાર ગુજાર્યો અને પછી તેને બીચ પર લઈ જઈને પ્રતાડિત કરવામાં આવી હતા.
પાલઘર જિલ્લાના સતપતિ ગ્રામીણ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, તમામ આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યુવતીએ પોલીસને લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ 16 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી 17 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સુધી તેના પર ત્રાસ ગુજાર્યો હતો. આરોપીઓ તેણીને માહિમ ગામમાં એક નિર્જન બંગલામાં લઈ ગયા અને તેણી પર વારંવાર બળાત્કાર કર્યો હતો. જે બાદ તેઓ તેને દરિયા કિનારે લઈ ગયા અને ઝાડીઓમાં લઈ જઈને તેમને પ્રતાડિત કરવામાં આવી હતી.
આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો
પોલીસે જણાવ્યું કે, યુવતીની ફરિયાદના આધારે રવિવારે સવારે તમામ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની સામે કલમ 376 (ડી), કલમ 366 (એ), કલમ 341, કલમ 342, કલમ 323 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. હાલ, સમગ્ર મામલે તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર