મોદીની નોટબંધીએ ભારતીય અર્થતંત્રની ઘોર ખોદી નાંખી: શિવસેના

News18 Gujarati
Updated: August 31, 2018, 3:22 PM IST
મોદીની નોટબંધીએ ભારતીય અર્થતંત્રની ઘોર ખોદી નાંખી: શિવસેના
પ્રતિકાત્મક તસવીર

નોટબંધીને કારણે દેશનું અર્થતંત્ર વિખેરાઇ ગયુ છે અને નાના અને મધ્યમ ઉદ્યોગોનો ખાત્મો બોલાઇ ગયો છે

  • Share this:
શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક પ્રહાર કરતા કહ્યું કે, મોદીની નોટબંધીએ સમગ્ર દેશનાં અર્થતંત્રની ઘોર ખોદી નાંખી. 2016માં નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને પાછી ખેંચી લીધી હતી. આ નોટબંધીને કારણે સમગ્ર અર્થતંત્ર પર વિપરીત અસર થઇ હતી તેમ અનેક અર્થશાસ્ત્રીઓએ જણાવ્યુ હતું.

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું કે, નોટબંધી એ આંધળુકિયો નિર્ણય હતો અને દેશપ્રેમનો નિર્ણય નહોતો પણ આ નિર્ણયને કારણે અર્થતંત્રમાં અંધાધૂધી મચી ગઇ”.

જ્યારે મોદીએ નોટબંધીની જાહેરાત કરી ત્યારે તેમણે વચન આપ્યુ હતું કે, આ નોટબંધીને લીધે દેશમાં ભ્રષ્ટાચાર મટી જશે. કાળુ નાણુ પકડાઇ જશે. આંતકવાદનો અંત આવશે પણ હકીકતમાં, પરિણામ એનાથી ઉટલું આવ્યું. રિઝર્વ બેંન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા લેટેસ્ટ અહેવાલ મુજબ, 99.30 ટકા નોટો બેંકોમાં પાછી આવી. માત્ર 10 હજાર કરોડ પાછા ન આવ્યા. આનો મતલબ અવો થયો કે, ખોદ્યો ડુંગર ને નિકળ્યો ઉંદર!. પણ આ ઉંદર પકડવા માટે આખા દેશના અર્થતંત્રને વેરવિખેર કરી નાંખ્યું” શિવસેનાએ વધુમાં ઉમેર્યુ,.

શિવસેવાએ વધુમાં જણાવ્યુ કે, “નોટબંધીને કારણે દેશનું અર્થતંત્ર વિખેરાઇ ગયુ છે અને નાના અને મધ્યમ ઉદ્યોગોનો ખાત્મો બોલાઇ ગયો છે. સર્વિસ સેક્ટર કટોકટીમાં છે. હાઉસીંગ સેક્ટર પણ ખતરામાં છે. નાના અને સિંમાત ખેડૂતોની હાલત પણ ખરાબ છે તથા બેંકોની લાઇનમાં ઉભા રહેલા અનેક લોકોએ જાવ ગુમાવ્યા. આ ઉપરાતં, નોટબંધીને કારણે દેશના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ઘટ્યો. દેશના વિકાસની ગતિ ધીમી પડી. ભારતીય ચલણ-રૂપિયો- સતત ગગડ્યા કરે છે”
First published: August 31, 2018, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading