શિવસેનાનું નિવેદન : મહારાષ્ટ્રમાં કોઈ ચૌટાલા નથી, ફડણવીસે કહ્યું, 'હું જ 5 વર્ષ CM રહીશ'

News18 Gujarati
Updated: October 29, 2019, 2:10 PM IST
શિવસેનાનું નિવેદન : મહારાષ્ટ્રમાં કોઈ ચૌટાલા નથી, ફડણવીસે કહ્યું, 'હું જ 5 વર્ષ  CM રહીશ'
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં શિવસેનાની 50-50 ફૉર્મ્યૂલાને ફગાવતા મુખ્યમંત્રી ફડણવીસ કહ્યું 'કોઈ ફૉર્મ્યૂલા નહોતી, હું જ આગામી 5 વર્ષ મુખ્યમંત્રી રહીશ'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્રમાં (Maharashtra) ચૂંટણી બાદ સરકાર બનાવવાની શિવસેનાની (Shivsena) 50-50 માંગણીને ભારતીય જનતા પાર્ટી (Bhartiy Janata Party)એ ફગાવી છે. મુખ્યમંત્રી (chief Minister) દેવેન્દ્ર ફડણવીસએ (Devendra fadanvis) શિવસેનાની માંગણી પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે 'મહારાષ્ટ્રમાં ક્યારેય 50-50 ફૉર્મ્યૂલા નહોતી. શિવસેના સાથે ક્યારેય 2.5 વર્ષે મુખ્યમંત્રી બદલવાની વાત પર ચર્ચા થઈ નથી. હું જ આગામી 5 વર્ષ મુખ્યમંત્રી રહીશ, ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં જ સરકાર બનશે'

અગાઉ આજે સવારે આકરાપાણીએ થયેલી શિવસેનાએ કહ્યું હતું કે ભાજપ સરકાર રચવા માટે જલ્દી નિર્ણય કરે નહીંતર શિવસેના પાસે અન્ય વિકલ્પો છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત ચૌટાલા નથી જેના પિતા જેલમાં હોવાના કારણે તમારી સાથે ગઠબંધન કરશે. ભાજપ જલ્દી નિર્ણય કરે નહીંતર શિવસેના અન્ય વિકલ્પો પર વિચાર કરશે'

'રાઉતને ખબર તો પડી કે કોઈ ચૌટાલા છે'


સંજય રાઉતના દુષ્યંત ચૌટાલાના નિવેદન બાદ દુષ્યંતે સંજય રાઉતનો ઉધડો લઈ લીધો હતો. એક નિવેદનમાં હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે ' સંજય રાઉત અને શિવસેનાને ખબર તો પડી કે કોઈ ચૌટાલા છે. મારા પિતા 6 વર્ષથી જેલમાં છે ત્યારે રાઉતે ક્યારેય તેમના હાલચાલ નથી પૂછ્યા આ પ્રકારના નિવેદનથી તેમના કદમાં સહેજ પણ વધારો નહીં થાય.અમિત શાહનો મુંબઈ પ્રવાસ રદ

સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે 30મી ઑક્ટોબરે ભાજપ-શિવસેના વચ્ચે સમજૂતી કરવા માટે મુંબઈ જવાના હતા. જોકે, હવે ,સમાચારો આવી રહ્યા છે કે તેમનો આ પ્રવાસ રદ થયો છે. નવી સરકારમાં મંત્રીપદ અને મુખ્યમંત્રી પદને લઈને ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ શરૂ છે.
First published: October 29, 2019, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading