Home /News /national-international /Sanjay Raut Bail: શિવસેના સાંસદ સંજય રાઉતને મોટી રાહત, આ કેસમાં 3 મહિના બાદ જેલમાંથી થશે છુટકારો

Sanjay Raut Bail: શિવસેના સાંસદ સંજય રાઉતને મોટી રાહત, આ કેસમાં 3 મહિના બાદ જેલમાંથી થશે છુટકારો

sanjay raut (file photo)

શિવસેના સાંસદ સંજય રાઉતને આખરે જામીન મળી ગયા છે. રાઉત મુંબઈની પાત્રા ચોલ કૌભાંડમાં જેલમાં બંધ છે.

    મુંબઈ: શિવસેના સાંસદ સંજય રાઉતને આખરે જામીન મળી ગયા છે. રાઉત મુંબઈની પાત્રા ચોલ કૌભાંડમાં જેલમાં બંધ છે. મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને 2 નવેમ્બરે તેમની જ્યૂડિસિયલ કસ્ટડીને 14 દિવસ માટે લંબાવી દીધી હતી. જો કે, કોર્ટે રાઉતને જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જેના પર 9 નવેમ્બરે નિર્ણય થવાનો હતો.

    21 ઓક્ટોબરે તેમની જામીન અરજી પર કોર્ટે સુનાવણી સ્થગિત કરી દીધી હતી. તે સમયે પણ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી લંબાવી દીધી હતી. ઈડીએ આ મામલામાં એક પૂરક આરોપપત્ર દાખલ કર્યું હતું. તેમાં સંજય રાઉતને આ મામલામાં આરોપી બનાવ્યા હતા. કોર્ટે પૂરક આરોપપત્ર પર સંજ્ઞાન લીધું છે. તેમાં રાઉતનું નામ મની લોન્ડ્રીંગના એક મામલામાં આરોપી તરીકે લેવામાં આવ્યું છે. રાઉતે જામીન માટે ધનશોધન નિવારણ અધિનિયમ મામલાની સ્પેશિયલ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

    આ પણ વાંચો: મુંબઈની વિશ્વ વિખ્યાત ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ; રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં હતી ભીડ

    લગભગ ચાર મહિનાથી જેલમાં બંધ


    ત્રણ મહિનાથી પણ વધારે સમયથી જેલમાં બંધ રાઉતને હાલમાં થોડી રાહત મળી છે. રાઉતને 31 જૂલાઈએ ઈડીએ ધરપકડ કર્યા હતા. શિવસેવા સાંસદની જામીન અરજી પર કેટલીય વાર સુનાવણી તારીખ પડી પણ દરેક વખતે કોર્ટે તેમની જ્યૂડિશિયલ કસ્ટડી લંબાવી દીધી. આખરે જૂલાઈથી જેલમાં બંધ રાઉતને જામીન મળી ગયા.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन