મ.પ્ર.માં શિવરાજસિંહ સરકારના પ્રધાનમંડળનું બીજીવાર વિસ્તરણ કરાયું

News18 Gujarati
Updated: February 3, 2018, 5:18 PM IST
મ.પ્ર.માં શિવરાજસિંહ સરકારના પ્રધાનમંડળનું બીજીવાર વિસ્તરણ કરાયું
મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે...

મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે...

  • Share this:
મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ સરકારના પ્રધાનમંડળનું બીજી વખત વિસ્તરણ કરવામાં આવ્યું. આ વખતે જાતિગત સમીકરણોને સાધવા માટે ત્રણ રાજ્ય પ્રધાન બનાવાયા.

જેમાં કાછી સમાજના પ્રતિનિધિત્વ માટે ગ્વાલિયર દક્ષિણથી ધારાસભ્ય નારાયણ સિંહ કુશ્વાહા, લોધી સમાજના અને નરસિંહપુરના ધારાસભ્ય જાલમ સિંહ પટેલ તેમજ પાટીદાર સમાજના અને ખરગોનથી ધારાસભ્ય બાલકૃષ્ણ પાટીદારને પ્રધાન બનાવાયા.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને સાંસદ પ્રહલાદ પટેલના ભાઈ જાલમ સિંહ પર હત્યાની કોશિષનો કેસ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે.
First published: February 3, 2018, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading