શિવરાજ સિંહનો આરોપ, 'કોંગ્રેસ મારા લોહીની તરસી, સોનિયા-રાહુલ જવાબ આપે'

News18 Gujarati
Updated: September 4, 2018, 9:57 AM IST
શિવરાજ સિંહનો આરોપ, 'કોંગ્રેસ મારા લોહીની તરસી, સોનિયા-રાહુલ જવાબ આપે'
શિવરાજસિંહ ચૌહાણ

  • Share this:
જન આશીર્વાદ યાત્રા દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ પર પથ્થરમારો થવાને લઈને એમપીનું રાજકારણ ગરમાયું છે.  આને લઈને શિવરાજ સિંહ ચૌહાણે પર કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું છે કે, કોંગ્રેસ મારા લોહીની તરસી છે, આના પર સોનિયા ગાંધી અને રાહુલ જવાબ આપે.  શિવરાજ સિંહે કહ્યું કે, હું મરી પણ જઈશ તો બીજો જન્મ લઈને લોકોની સેવા કરીશ, હું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કમલનાથને પૂછવા માંગીશ કે, તેઓ કોંગ્રેસની કઈ દીશામાં લઈ જઈ રહ્યાં છે.

તે ઉપરાંત મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે, કોંગ્રેસ મુખ્યમંત્રી શિવરાજની હત્યા કરાવવા ઈચ્છે છે. ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર સીધો આરોપ લગાવ્યો.

તેમના અનુસાર સીએમ શિવરાજની લોકપ્રિયતાથી કોંગ્રેસ ડરી ગઈ છે અને વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાની હાર જોઈને આવું કરવા માંગે છે. આ ખુબ જ નિંદનીય છે. તેમને તે પણ કહ્યું કે, શિવરાજની સુરક્ષા વધારવામાં આવશે.

આનાથી પહેલા શિવરાજની રથ યાત્રા પર સીધી જિલ્લામાં પથ્થર ફેકવાનો મામલામાં પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. સીધી જિલ્લાના એસપીએ કહ્યું છે કે, પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે જેમાં કોંગ્રેસ નેતા પણ સામેલ છે. એસપીએ તે પણ કહ્યું કે, કાળા ઝંડામાં લપેટીને પથ્થર નાંખવામાં આવ્યા.

ઉલ્લેખનિય છે કે, રવિવારે રાત્રે કોંગ્રેસ નેતા અને વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અજય સિંહના ક્ષેત્ર ચુરહટમાં શિવરાજની જન આશીર્વાદ યાત્રા દરમિયાન પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રીને કાળા ઝંડા બતાવીને તમના રથ પર પથ્થરમારો કર્યો હતો. ચુરહટમાં જે સમયે રથ પર પથ્થરમારો થયો, ત્યારે સીએમ શિવરાજ રથમાં જ હતા. આ ઘટના બાદ પ્રદેશની રાજનીતિ ગરમાઈ ગઈ છે.
First published: September 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading