Home /News /national-international /કોઈ આપણી દીકરીઓના 35 ટુકડા કરી દે, તે લવ નહીં પણ લવ જિહાદ છે, અમે સાંખી લઈશું નહીં: શિવરાજ સિંહ ચૌહાણ
કોઈ આપણી દીકરીઓના 35 ટુકડા કરી દે, તે લવ નહીં પણ લવ જિહાદ છે, અમે સાંખી લઈશું નહીં: શિવરાજ સિંહ ચૌહાણ
shivraj singh chouhan
શિવરાજ સિંહ ચૌહાણે આગળ કહ્યું કે, છેતરપીંડી કરનારા કેટલાય બેઠા છે, જે બીજાની જમીન પર કબ્જો જમાવી લે છે, કોઈ બીજા ધર્મવાળા જો આદિવાસીની જમીન ખરીદી શકતા નથી, તો આદિવાસીની દીકરી સાથે લગ્ન કરીને બાદમાં જમીન તેના નામ પર લઈ લેતા હોય છે.
ઈન્દોર: મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લવ જિહાદને લઈને મોટુ નિવેદન આપ્યું છે. સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, અમે અમારા રાજ્યમાં લવ જિહાદને કોઈ પણ સંજોગોમાં પ્રોત્સાહન આપવા માગતા નથી. તેમણે કહ્યું કે, કોઈ પણ અમારી દીકરીઓ સાથે પ્રેમના નામ પર લગ્ન કરીને 35 ટુકડા કરી નાખે તો અમે તે સાંખી લઈશું નહીં. ઈન્દોરમાં આયોજીત એક કાર્યક્રમમાં સભાને સંબોધન કરતા સીએમ શિવરાજે કહ્યું કે, જો જરુર પડશે તો, અમે રાજ્યમાં લવ જિહાદને લઈને એક કડક કાયદો બનાવીશું. પણ રાજ્યમાં કોઈ પણ પ્રકારના લવ જિહાદના ખેલને પ્રોત્સાહન નહીં આપીએ.
#WATCH | Some people from other religions, if they can't buy tribal land, they marry the daughter of a tribal family just to buy land. This is not love, it is 'jihad' in the name of love, and I will not allow this game of 'love jihad' in Madhya Pradesh at any cost: CM SS Chouhan pic.twitter.com/kAIBeEEjuV
શિવરાજ સિંહ ચૌહાણે આગળ કહ્યું કે, છેતરપીંડી કરનારા કેટલાય બેઠા છે, જે બીજાની જમીન પર કબ્જો જમાવી લે છે, કોઈ બીજા ધર્મવાળા જો આદિવાસીની જમીન ખરીદી શકતા નથી, તો આદિવાસીની દીકરી સાથે લગ્ન કરીને બાદમાં જમીન તેના નામ પર લઈ લેતા હોય છે. આ પાપ છે, એ લવ નથીસ પણ લવના નામ પર જિહાદ છે. હું કોઈ પણ ભોગે મધ્ય પ્રદેશની ધરતી પર લવ જિહાદનો ખેલ ચાલવા દઈશ નહીં.
સીએમે આગળ કહ્યું કે, આ અમારો સમાજ છે, અમારા લોકો છે, કોઈ પણ અમારા બાળકો સાથે દગો કરી શકશે નહીં, લગ્ન કરીને 35 ટુકડા કરી દે, આ અમે સહન નહીં કરીએ, જો જરુર પડશે તો, લવ જિહાદ વિરુદ્ધ કડક કાયદો પણ લાવીશું.
આપને જણાવી દઈએ કે, 2023માં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણમાં આદિવાસી વોટર્સને સાવધાન કરવા માટે શિવરાજ સિંહે રાજ્યમાં પેસા એક્ટ લાગૂ કર્યો છે. આ એક્ટ લાગૂ થતાં રાજ્યમાં ગ્રામ સભાને તાકાત આપવામાં આવી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર