'ટાઇગર અભી જિન્દા હૈ, 5 વર્ષ પહેલાં પરત ફરી શકું છું CM હાઉસ': શિવરાજસિંહ

'ટાઇગર અભી જિન્દા હૈ, 5 વર્ષ પહેલાં પરત ફરી શકું છું CM હાઉસ': શિવરાજસિંહ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (ફાઇલ ફોટો)

શિવરાજસિંહે કહ્યું કે કોઈ ચિંતા ન કરો, 'ટાઇગર અભી જિન્દા હૈ'. આંખ ઉઠાવીને કોઈ જુએ તો ખરું

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. ભોપાલમાં સીએમ હાઉસમાં શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે શક્ય છે કે અહીં પરત આવવામાં 5 વર્ષ પણ ના લાગે. મૂળે શિવરાજસિંહ સીએમ હાઉસમાં બુધની વિધાનસભાથી પહોંચેલો લોકોને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેઓએ કહ્યું કે શક્ય છે કે અહીં પરત ફરવામાં પાંચ વર્ષ પણ ન લાગે.

  ઉલ્લેખનીય છે કે, કમલનાથી કોંગ્રેસ સરકાર બસપા-સપા અને અપક્ષોના ભરોસે બની છે. અપક્ષના એ ધારાસભ્ય છે જે કોંગ્રેસથી નારાજ હતા. એવામાં જો અપક્ષ ધારાસભ્ય પોતાનું સમર્થન પરત લઈ લે છે તો સરકાર પર ખતરો ઊભો થઈ શકે છે.  વિદાય સમારોહમાં શિવરાજસિંહ ચૌહાણે સરકાર ગઈ હોવા છતાંય પોતાની તાકાત એવી ને એવી હોવાનો દાવો કર્યો. શિવરાજસિંહે ફિલ્મી અંદાજમાં પોતાની તાકાતની જાહેરાત પણ કરી. શિવરાજસિંહે કહ્યું કે કોઈ ચિંતા ન કરો, 'ટાઇગર અભી જિન્દા હૈ'. આંખ ઉઠાવીને કોઈ જુએ તો ખરું.

  આ પણ વાંચો, MP-છત્તીસગઢ બાદ હવે રાજસ્થાનમાં પણ ખેડૂતોનું દેવું માફ

  બુધવારે વિદાય સમારોહમાં બુધની વિધાનસભા વિસ્તારમાંથતી આવેલી બહેનોની આંખો તે સમયે છલકાઈ ગઈ જ્યારે પોતાના ભાઈ શિવરાજસિંહને મળવા પહોંચી હતી. વિદાય સમારોહ દરમિયાન ભાવુકતાથી ભરેલા એ ક્ષણો હતો જેમાં શિવરાજસિંહની પત્ની સાધના સિંહ પણ પોતાના આંસુ ન રોકી શક્યા. બાદમાં પૂર્વ સીએમે તમામને ચૂપ કરાવવા પડ્યા.

  વિદાય કાર્યક્રમમાં શિવરાજસિંહ ચૌહાણને મળવા માટે તેમના સમર્થકોનો ભીડ એકત્ર થઈ હતી. તેમની વિધાનસભા સીટથી પણ મોટી સંખ્યામાં લોકો મળવા માટે આવ્યા. ઉલ્લેખનીય છે કે શિવરાજસિંહ ચૌહાણ ટૂંક સમયમાં સીએમ હાઉસ ખાલી કરી નવા ઘરમાં શિફ્ટ થશે. સીએમ હાઉસથી જતાં પહેલા તમામ લોકો તેમના મળવા પહોંચી રહ્યા છે.
  First published:December 20, 2018, 09:23 am

  टॉप स्टोरीज