Home /News /national-international /Hindu Muslim Unity: ગંગા-જામુની તહઝીબનું અનોખું ઉદાહરણ, મુસ્લિમ મહિલા સરપંચ કરશે અખંડ રામાયણ પાઠ
Hindu Muslim Unity: ગંગા-જામુની તહઝીબનું અનોખું ઉદાહરણ, મુસ્લિમ મહિલા સરપંચ કરશે અખંડ રામાયણ પાઠ
ફાઇલ તસવીર
Hindu Muslim Unity: મધ્યપ્રદેશના શિવપુરીથી ગંગા-જામુની તહઝીબની તસવીર સામે આવી છે, જ્યાં એક મુસ્લિમ મહિલા સરપંચ અખંડ રામાયણનો પાઠ કરવા જઈ રહી છે. હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ રજૂ કરવાના આ પ્રયાસની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
શિવપુરી: આજે પણ આપણા સમાજમાં એવા લોકો છે જે હિન્દુ-મુસ્લિમ એકતામાં માને છે. તો વળી બીજી બાજુ, કેટલાક અસામાજિક તત્વો હંમેશા એકતા તોડાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મધ્યપ્રદેશના શિવપુરીથી ગંગા-જામુની તહઝીબની તસવીર સામે આવી છે. જ્યાં એક મુસ્લિમ મહિલા સરપંચ અખંડ રામાયણનો પાઠ કરાવવા જઈ રહી છે. હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ રજૂ કરવાના આ પ્રયાસની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય કે.પી. સિંહ સામેલ થશે.
મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ તમન્ના ખાન પિચોરના નાદના તહસીલ પિચોરથી સરપંચ ચૂંટાયા છે. પદ મળવાની ખુશીમાં સરપંચ તમન્ના ખાને સૌનો આભાર માનવા માટે પોતાની પંચાયતમાં અખંડ રામાયણ પઠનનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ પ્રસંગ નંદાણા ગામમાં કાલી માતાના મંદિરે રાખવામાં આવ્યો છે.
ખાન પરિવાર રામાયણ પાઠનું આયોજન કરશે
સરપંચ તમન્ના ખાન સાથે આખો ખાન પરિવાર અખંડ રામાયણ પાઠના આયોજકોમાં સામેલ છે. પિચોરના ધારાસભ્ય કે.પી. સિંહ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી હશે. આ સમગ્ર અખંડ રામાયણ કથામાં પાંચથી છ હજાર લોકો આવવાની શક્યતા જણાવવામાં આવી રહી છે. આ અનોખી ઘટનાની માહિતી મળતાં જ આજુબાજુના ગામડાઓમાંથી લોકો આવવાની સંભાવના છે.
મુસ્લિમ સરપંચ દ્વારા આ કાર્યક્રમ માટે કાર્ડ પણ વિધિવત રીતે છાપવામાં આવ્યા છે, જેમાં પહેલા ‘શ્રી ગણેશાય નમઃ’ લખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 29 જાન્યુઆરીએ અખંડ રામાયણના રૂપમાં શ્રી ગણેશ પૂજન સાથે શરૂ થશે. કાર્યક્રમમાં 30મી જાન્યુઆરીને સોમવારે હવન પૂજન અને ભંડારા યોજાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર