લખનઉ : સમાજવાદી પાર્ટીના (samajwadi party)પ્રમુખ અખિલેશ યાદવના (Akhilesh Yadav)ચાચા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે (Shivpal Singh Yadav)સમાજવાદી પાર્ટીથી વિદ્રોહ કરી દીધો છે. શનિવારે લખનઉમાં નવનિર્વાચિત ધારાસભ્યોની પ્રથમ બેઠકમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે તેમને બોલાવ્યા નથી. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં શિવપાલ સિંહ યાદવે કહ્યું કે બધા ધારાસભ્યોને પાર્ટી કાર્યાલયમાંથી ફોન કરવામાં આવ્યો છે પણ મને ફોન આવ્યો નથી. હું સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં જઈ રહ્યો નથી. હું લખનઉથી સીધો ઇટાવા જઈ રહ્યો છું.
શિવપાલ સિંહ યાદવે આગામી પ્લાન વિશે કહ્યું કે જલ્દી તમને બતાવીશ. માનવામાં આવી રહ્યું છે કે શિવપાલ યાદવના આ નિવેદનથી ગઠબંધનમાં મતભેદ જોવા મળી રહ્યા છે. યૂપીમાં સપાના પરાજયને લઇને એક સવાલ ઉપર પણ શિવપાલ સિંહ યાદવે કોઇ પ્રતિક્રિયા આપી નથી.
અખિલેશ યાદવે શનિવારે સપાના ધારાસભ્યો સાથે મિટિંગ કરી હતી. આ બેઠકમાં અખિલેશ યાદવને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. વિધાન મંડળ દળના નેતા અખિલેશ યાદવ જ રહેશે. અખિલેશ યાદવે આઝમગઢના સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા કહેવામાં આવતું હતું કે શિવપાલ સિંહ યાદવ કે અન્ય નેતાને સદનમાં ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વખતે પાર્ટીએ 2017 કરતા સારું પ્રદર્શન કરતા 125 સીટો જીતી છે.
અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં રહીને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવાનો નિર્ણય કર્યો છે. અખિલેશ યાદવ રાજ્યમાં સક્રિય રહીને આગામી પાંચ વર્ષ સુધી રાજ્ય સરકાર સામે મોરચો ખોલશે. અખિલેશ યાદવે હવે 2027ના લક્ષ્યને ધ્યાનમાં રાખી રણનીતિમાં ફેરફાર કર્યો છે.
યોગી આદિત્યનાથના (Yogi Adityanath) બીજા કાર્યકાળમાં મંત્રીમંડળને (yogi adityanath ministers list)લઇને મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. એ લોકોના નામ આ લિસ્ટમાં નથી જેમના મંત્રી બનવાની પ્રબળ સંભાવના હતી. યોગી સરકારના (Yogi Cabinet)પ્રથમ કાર્યકાળમાં ઘણા એવા મંત્રી હતા જેમના પત્તા કપાઇ ગયા છે. મળેલી જાણકારી પ્રમાણે ઉપ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્મા, ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા, કેબિનેટ મંત્રી અને સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહ, વારાણસી દક્ષિણથી ધારાસભ્ય અને મંત્રી નીલકંઠ તિવારી સહિત ઘણા દિગ્ગજ નવા મંત્રીમંડળમાં સામેલ થઇ રહ્યા નથી
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર