Home /News /national-international /

Shivpal Singh Yadav News: ભાજપામાં સામેલ થઇ શકે છે શિવપાલ સિંહ યાદવ! આ વાત આપી રહી છે મોટો સંકેત

Shivpal Singh Yadav News: ભાજપામાં સામેલ થઇ શકે છે શિવપાલ સિંહ યાદવ! આ વાત આપી રહી છે મોટો સંકેત

સૂત્રોના મતે શિવપાલ સિંહ યાદવને રાજ્યસભામાં ખાલી થયેલી ત્રણ સીટોમાંથી એક સીટ પર ઉમેદવાર બનાવી શકે છે

Uttar Pradesh News - શિવપાલ સિંહ યાદવ ફરી એક વાર પોતાના ભત્રીજા અને સપા પ્રમુખ અખિલેશ યાદવથી નારાજ જણાઇ રહ્યા છે

    લખનઉ : પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના (pragatisheel samajwadi party)ચીફ શિવપાલ સિંહ યાદવ (Shivpal Singh Yadav)ફરી એક વખત યૂપીની રાજનીતિમાં મોટો ઉલટફેર કરવાની તૈયારીમાં છે. ગત દિવસોમાં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (Yogi Adityanath)મુલાકાત કરી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે શિવપાલ સિંહ યાદવ ભાજપામાં સામેલ થાય તેની સંભાવના મજબૂત બની રહી છે. તેમણે એકાએક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)અને સીએમ યોગી આદિત્યનાથને ટ્વિટર પર ફોલો કરવાનું શરુ કરી દીધું છે. આ સિવાય તેમણે યૂપીના પૂર્વી ડિપ્ટી સીએમ દિનેશ શર્માને પણ ફોલો કર્યા છે. અખિલેશ યાદવના ચાચાના આ પગલાથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. થોડા દિવસ પહેલા સપા ચીફે પણ મોટા ફેરફારની વાત કહી હતી.

    શિવપાલ સિંહ યાદવ ફરી એક વાર પોતાના ભત્રીજા અને સપા પ્રમુખ અખિલેશ યાદવથી (Akhilesh Yadav) નારાજ બતાવવામાં આવી રહ્યા છે. તેનું કારણ યૂપી ચૂંટણી પછી સપાની બેઠકમાં ના બોલાવવાનું કારણ છે. આ બેઠકમાં ના બોલાવવા બદલ શિવપાલ સિંહ યાદવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું હું બે દિવસ સુધી રાહ જોતો રહ્યો અને મેં પોતાના બધા કાર્યક્રમ રદ કરી દીધા હતા. જોકે મને કોઇ ફોન આવ્યો ન હતો. મને ધારાસભ્યો દળની બેઠકમાં બોલાવવામાં આવ્યો ન હતો. જ્યારે હું સમાજવાદી પાર્ટીનો ધારાસભ્ય છું.

    આ પણ વાંચો - PM મોદીએ નેપાળમાં ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ RuPay લોન્ચ કરી, બન્ને દેશો વચ્ચે એનર્જી સેક્ટરમાં થઇ ઘણી સમજુતી

    પહેલા ફક્ત પીએમઓ અને સીએમઓને કરતા હતા ફોલો

    જણાવી દઈએ કે શિવપાલ સિંહ યાદવ પહેલા પીએમઓ અને સીએમઓને ફોલો કરતા હતા. હવે પીએમ મોદી અને સીએમ યોગીને ટ્વિટર પર ફોલો કરવાની સાથે શિવપાલ સિંહની ભાજપામાં સામેલ થવાની ચર્ચા તેજ બની છે. આ મામલે ભાજપા અને શિવપાલ તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

    સૂત્રોના મતે શિવપાલ સિંહ યાદવને રાજ્યસભામાં ખાલી થયેલી ત્રણ સીટોમાંથી એક સીટ પર ઉમેદવાર બનાવી શકે છે. આ પછી તે ઇટાવાની જસવંતનગર વિધાનસભા સીટથી રાજીનામું આપી શકે છે. તેમના રાજીનામાથી ખાલી પડનારી સીટ પર તેમના પુત્ર આદિત્ય યાદવને ઉમેદવાર બનાવી શકે છે. શિવપાલ સિંહ યાદવે આ પહેલા 2017માં સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી અલગ પાર્ટી બનાવી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: BJP News, CM Yogi Adityanath, સમાજવાદી પાર્ટી

    આગામી સમાચાર