Home /News /national-international /

ગુજરાતી વેપારીઓએ બંધાવ્યું હતું મસ્કતનું આ એકમાત્ર શિવ મંદિર, મોદીએ કરી પૂજા

ગુજરાતી વેપારીઓએ બંધાવ્યું હતું મસ્કતનું આ એકમાત્ર શિવ મંદિર, મોદીએ કરી પૂજા

મંદિરમાં પૂજા કરતા મોદી

અધિકારિક માહિતી પ્રમાણે આજથી 125 વર્ષે પહેલા મસ્કત જઈને વસેલા કચ્છી વેપારીઓએ આ મંદિરનો પાયો નાખ્યો હતો.

ખાડી દેશોની મુલાકાત પહોંચેલા મોદીએ પોતાના પ્રવાસના અંતિમ દિવસે ઓમાનના મસ્કત શહેરની મુલાકાત લીધી હતી. મોદીએ અહીં પ્રખ્યાત હિન્દુ શિવ મંદિરની મુલાકાત લીધી હતી તો મસ્કતમાં જ આવેલી સુલતાન કબૂસ મસ્જિદની મુલાકાત લીધી હતી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભગવાન શિવનું આ મંદિર ગુજરાતમાંથી ઓમાન આવીને વસેલી ગુજારતી વેપારીઓ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. માહિતી પ્રમાણે કચ્છમાંથી મસ્કત ગયેલા કચ્છી વેપારીઓએ 125 પહેલા આ મંદિર બંધાવ્યું હતું.

અમુક અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે આ મંદિર 300 કરતા પણ વધારે વર્ષ જૂનું છું. પરંતુ અધિકારિક માહિતી પ્રમાણે આજથી 125 વર્ષે પહેલા મસ્કત જઈને વસેલા કચ્છી વેપારીઓએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. 1999માં આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. મસ્કતના માતરાહ વિસ્તારમાં આ મંદિર આવેલું છે.

મંદિરની કમિટિના સભ્યોના પરિવારને મળી રહેલા મોદી


મસ્કતમાં આવેલા આ શિવ મંદિર ખાતે તહેવાર અને ખાસ દિવસોમાં 15 હજાર જેટલા લોકો શ્રદ્ધાળુઓ એકઠા થાય છે. મોદીએ સોમવારે આ મંદિરની મુલાકાત લઈને અહીં પૂજા તેમજ જળાભિષેક કર્યો હતો. સાથે જ મોદીએ મંદિરની કમિટિમાં રહેલા ગુજરાતી લોકોના પરિવારો સાથે પણ મુલાકાત કરી હતી.

મોદીએ મંદિરની કમિટિના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી


મદિરની કેટલિક રસપ્રદ વિગતોઃ

- 125 વર્ષ જૂનું આ શિવ મંદિર મોતીસ્વર મંદિર તરીકે ઓળખાય છે.
- કચ્છમાંથી આવીને અહીં વસેલા ભાટિયા વેપારી સમાજ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે.
- મસ્કતમાં સુલતાનના મહેલની નજીક જ બનેલું આ મંદિર એરપોર્ટથી માત્ર 35 કિલોમીટર દૂર છે.
- મહા શિવરાત્રીના દિવસે અહીં 15થી 20 હજાર લોકો એકઠા થાય છે.
- અહીં ભગવાન શિવની સાથે સાથે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.
- રણની વચ્ચે આવેલું હોવા છતાં આ મંદિરમાં સ્થિત કૂવામાં આખું વર્ષ પાણી ભરાયેલું રહે છે.
- વસંત પંચમી, રામનવમી, હનુમાન જયંતિ અને શ્રાવણ માસ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે.


મોદીએ મસ્કતની સૌથી મોટી મસ્જિદની પણ લીધી મુલાકાત


મસ્કતની મસ્જિદનું ભારતીય કનેક્શન

મસ્કત ખાતે મોદીએ શિવ મંદિરની સાથે સાથે એક મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. મોદીએ જેની મુલાકાત લીધી છે તે સુલતાન કબૂસ મસ્જિદનું પણ ભારતીય કનેક્શન બહાર આવ્યું છે. ઓમાનની આ સૌથી મોટી મસ્જિદ છે. મળતી માહિતી પ્રમાણે આ મસ્જિદ બનાવવા માટે 300,000 સેન્ડ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પથ્થર ભારતમાંથી ઓમાન લઈ જવામાં આવ્યા હતા! એટલું જ નહીં આ પથ્થરો પર 200 જેટલા ભારતીય કારીગરોએ કોતરણીકામ કર્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: 125 Year old Shiv temple, Gujarati Community, Gujarati Trader, Kutchhi trader, Muscat, Oman, Shiv Temple

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन