શિવસેનાએ કેમ અચાનક બદલ્યો કાર્યક્રમ, આજે જ મુંબઈ પરત જશે શિવસૈનિક

News18 Gujarati
Updated: November 24, 2018, 6:12 PM IST
શિવસેનાએ કેમ અચાનક બદલ્યો કાર્યક્રમ, આજે જ મુંબઈ પરત જશે શિવસૈનિક
શિવસૈનિક શનિવારે જ અયોધ્યાથી મુંબઈ માટે વિશેષ ટ્રેનથી રવાના થઈ જશે.

વીએચપીના કાર્યકરો અને શિવસૈનિકો વચ્ચે ટકરાવની શક્યતાને જોતા શિવસેનાએ લીધો નિર્ણય

  • Share this:
અયોધ્યા: ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચતા જ શિવસેનાએ પોતાના કાર્યક્રમમાં અચાનક ફેરફાર કર્યો છે. શિવસૈનિક શનિવારે જ અયોધ્યાથી મુંબઈ માટે વિશેષ ટ્રેનથી રવાના થઈ જશે. આ વાત શિવસેનાએ રેલવેના અધિકારીઓને પત્ર લખીને જાણકારી આપી છે. મળતી માહિતી મુજબ, આ ફેરફાર વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકર્તાઓ અને શિવસૈનિકોની વચ્ચે ટકરાવની સ્થિતિને રોકવા માટે કરવામાં આવ્યો છે.

આ પહેલાં નિયત કાર્યક્રમ મુજબ શિવસૈનિકોને રવિવારે મુંબઈ પરત જવાનું હતું. બીજી તરફ અયોધ્યામાં મંદિર નિર્માણની માંગને લઈને વીએચપીએ રવિવારે ધર્મસભાનું આયોજન કર્યું છે. વીએચપીએ દાવો કર્યો છે કે ધર્મસભામાં એક લાખથી વધુ લોકો સામેલ થશે. શિવસેના પ્રમુખ ઠાકરે અયોધ્યામાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે 9 વાગ્યે રામલલાના દર્શન કરશે.

આ પણ વાંચો, અયોધ્યામાં ઉદ્ધવે કહ્યું- રામ મંદિર મુદ્દે ભાજપ કુંભકર્ણની જેમ ઊંઘતી રહી, તેને જગાડવા આવ્યો છું

સેન્ટ્રલ રેલવેને લખવામાં આવેલો પત્ર
First published: November 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading