ઉદ્ધવ વિરુદ્ધ Facebook પોસ્ટ કરવી ભારે પડી, શિવસૈનિકોએ માર મારી ટકો કરી નાખ્યો

News18 Gujarati
Updated: December 24, 2019, 11:18 AM IST
ઉદ્ધવ વિરુદ્ધ Facebook પોસ્ટ કરવી ભારે પડી, શિવસૈનિકોએ માર મારી ટકો કરી નાખ્યો
પોતાની પર થયેલા હુમલાની ફરિયાદ કરવા તિવારી પોલીસ પાસે પહોંચ્યા તો તેમને સમજૂતી કરવા દબાણ કરવામાં આવ્યું.

ઉદ્ધવ ઠાકરેની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરતાં શિવસૈનિકો ગુસ્સે ભરાયાં, લખનારા પર હુમલો કરી મુંડન કરાવી દીધું

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Chief Minister Uddhav Thackeray) વિશે ફેસબુક (Facebook) પર ટિપ્પણી કરવી એક વ્યક્તિને ભારે પડી ગઈ. તે ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ તે વ્યક્તિને પકડીને મારઝૂડ કરી અને ત્યારબાદ તેનું મુંડન કરાવી દીધું. મળતી જાણકારી મુજબ, મુંબઈ (Mumbai)ના વડાલાના રહેવાસી હીરાભાઈ તિવારીએ 19 ડિસેમ્બરે ઉદ્ધવ ઠાકરે તરફથી મૂકવામાં આવેલી પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ટિપ્પણી કરનારા સામે શિવસૈનિકોમાં ગુસ્સો ભડકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ જામિયા મિલિયા ઈસ્લામિયા (Jamia Millia Islamia)માં 15 ડિસેમ્બરની પોલીસ કાર્યવાહીની તુલના જલિયાવાંલા બાગ સાથે કરી હતી.

પોલીસ પર સમજૂતી કરવા દબાણ કરવાનો આરોપ

હીરાભાઈ તિવારીએ જણાવ્યું કે 19 ડિસેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જામિયામાં થયેલી ઘટના પર કરવામાં આવેલા પોસ્ટને તેમણે ખોટી ઠેરવી હતી. ત્યારબાદ 25થી 30 લોકોએ મારી પર હુમલો કર્યો અને મારઝૂડ કીર મુંડન કરાવી દીધું. તિવારીએ જણાવ્યું કે આ સંબંધમાં પોલીસને ફરિયાદ કરવા પણ ગયો હતો. પહેલા પોલીસે તેનો રિપોર્ટ લખ્યો પરંતુ થોડીવાર બાદ એક નવો રિપોર્ટ ટાઇપ કર્યો અને તેને સમજૂતી કરવા માટે કહેવામાં આવ્યું. તિવારીએ આ મામલામાં કાર્યવાહીની માંગ કરી છે.


જામિયા પોલીસ કાર્યવાહી જલિયાવાંલા બાગ જેવી : ઠાકરે

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં થયેલા પ્રદર્શનો અને પોલીસ કાર્યવાહી બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જામિયામાં જે થયું તે જલિયાવાંલા બાગ જેવું હતું. યુવા સ્ટુડન્ટ બોમ્બ જેવા છે. તેથી હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે જે સ્ટુડન્ટની સાથે કરવામાં આવી રહ્યું છે તે ન કરવામાં આવે.

આ પણ વાંચો, ડિલીવરી સમયે મોટી ચૂક, નવજાતનું માથું ધડથી અલગ થયું! ડૉક્ટરના ઉડ્યા હોશ
First published: December 24, 2019, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading