શિવસેનાએ જાહેર સ્થળો પર બુરખા પર પ્રતિબંધની માગણી કરી

News18 Gujarati
Updated: May 1, 2019, 10:27 AM IST
શિવસેનાએ જાહેર સ્થળો પર બુરખા પર પ્રતિબંધની માગણી કરી
પ્રતિકાત્મક તસવીર

શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકાઓ સમયે શકમંદો બુરખામાં આવ્યા હોવાની શંકા છે.

  • Share this:
મુંબઇ: શિવસેનાએ જાહેર સ્થળો પર બુરખા પહેરવા પર પ્રતિબંધની માગણી કરી છે, શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા પછી શિવસેનાએ આ માગણી કરી છે. શ્રીલંકાની સરકારે પણ જાહેરમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
અત્રે ઉલ્ખેનીય છે કે, શ્રીલંકામાં દેવળોમાં થયેલા બોમ્બ ધડાકાઓને કારણે 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં.

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યુ છે કે, દેશની સલામતી ખાતર અને સલામતી દળોને શંકાસ્પદ લોકોને ઓળખવામાં તકલીફ ન પડે તે માટે જાહેર સ્થળો પર બુરખા પહેરવા પર પ્રતિબંધ હોવો જોઇએ. જાહેરમાં બુરખા પહેરવાથી દેશની સુરક્ષા પર ખતરો આવી શકે છે,”.

એક અખબારી અહેવાલ મુજબ, શ્રીલંકાની સરકારે જાહેરમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મુકવા માટે સ્થાનિક મસ્જિદો અને મુસ્લિમ સમાજનાં આગેવાનો સાથે ચર્ચા કરી હતી. એવી દલીલ કરવામાં આવી રહી છે કે, પરંપરાગત રિતરીવાજોમાં મુસ્લિમો ક્યારેય બુરખા પહેરતા નહીં. પણ 1990નાં ખાડી યુદ્ધ પછી મહિલાઓમાં બુરખા પહેરવાની શરૂઆત થઇ છે.

શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકાઓ સમયે શકમંદો બુરખામાં આવ્યા હોવાની શંકા છે.
First published: May 1, 2019, 10:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading