મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પર શિવસેનાનો કટાક્ષ, 'દયા કુછ તો ગડબડ હૈ'

News18 Gujarati
Updated: November 14, 2019, 10:15 AM IST
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પર શિવસેનાનો કટાક્ષ, 'દયા કુછ તો ગડબડ હૈ'
શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કેન્દ્ર સરકાર, બીજેપી અને રાજ્યપાલ પર નિશાન સાધવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કેન્દ્ર સરકાર, બીજેપી અને રાજ્યપાલ પર નિશાન સાધવામાં આવ્યા છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં રાષ્ટ્રપતિ શાસન (President Rule) લગાવવાનો શિવસેના (Shiv Sena) પહેલા દિવસથી વિરોધ કરી રહ્યું છે. હવે પાર્ટીના મુખપત્ર સામના (Saamana)ના સંપાદકીયમાં કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધવામાં આવ્યું છે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ શાસન પર ઘડિયાળી આંસુ સારતાં લોકોને એક સ્વાંગના રૂપમાં જોવા જોઈએ. બીજી તરફ, સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા 48 કલાકનો સમય ન આપવા વિશે મુખપત્રમાં લખવામાં આવ્યું છે, 'દયા, કુછ તો ગડબડ હૈ.'

શિવસેનાના મુખપત્રમાં રાજ્યપાલ ભગતસિંહ કાશ્યારી (Bhagat Singh Koshyari) ઉપર પણ નિશાન સાધવામાં આવ્યું છે. સંપાદકીય લખવામાં આવ્યું છે કે, રાજ્યપાલ અનેક વર્ષો સુધી સંઘના સ્વયંસેવક હતા. તેઓ ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ મહારાષ્ટ્ર અલગ રાજ્ય છે. તેનો આકાર અને ઈતિહાસ ભવ્ય છે. અહીં આડું-અવળું કંઈ ચાલતું નથી. આટલા મોટા રાજ્યમાં સરકાર રચવા માટે તમે 48 કલાક પણ નથી આપી રહ્યા તો 'દયા, કુછ તો ગડબડ હૈ', જનતાને એવું લાગી શકે છે.

અનેક દિવસો સુધી ખેંચતાણ ચાલી

મુખ્યમંત્રીની ખુરશી પર માંગને લઈને બીજેપી અને શિવસેનામાં ઘણો દિવસો સુધી બીજેપી અને શિવસેનાની વચ્ચે ખેંચતાણ ચાલી. એવામાં રાજ્યપાલે બીજેપીને સૌથી મોટા પક્ષ હોવાના કારણે સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે સરકાર રચવામાં અસમર્થતા દર્શાવી. તેઓએ કહ્યુ કે, તેમની પાર્ટી પાસે પૂર્ણ બહુમત નથી. ત્યારબાદ રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ રાજ્યપાલે એનસીપીને પણ આમંત્રણ આપ્યું હતું પરંતુ તેઓ પણ સરકારની રચના ન કરી શક્યા. ત્યારબાદ રાજ્યપાલે કેન્દ્રને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિની સહમતિ બાદ મંગળવારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ 24 ઑક્ટોબરે જાહેર થયા હતા. તેમાં બીજેપી-શિવસેનાના ગઠબંધનને પૂર્ણ બહુમત મળ્યું હતું. જોકે, સરકારની રચના ન થઈ શકી. બીજેપીને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કૉંગ્રેસને 44 સીટો પર જીત મળી હતી. રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ પણ રાજ્યમાં સરકાર રચવા માટે પાર્ટીઓ પ્રયાસરત છે. શિવસેના અને બીજેપી બંનેએ કહ્યું છે કે અમે રાજ્યમાં ટૂંક સમયમાં સરકાર બનાવીશું.

આ પણ વાંચો, અમિત શાહનો ઠાકરેને જવાબ- PM મોદી અને મેં પહેલાં જ કહ્યું હતું ફડણવીસ જ CM બનશે
First published: November 14, 2019, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading