બીજેપીએ મહારાષ્ટ્રમાં 43 બેઠક જીતનો દાવો કર્યો, શિવસેનાએ બીજેપીને વાસ્તવિક્તા બતાવી

News18 Gujarati
Updated: February 11, 2019, 3:54 PM IST
બીજેપીએ મહારાષ્ટ્રમાં 43 બેઠક જીતનો દાવો કર્યો, શિવસેનાએ બીજેપીને વાસ્તવિક્તા બતાવી
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

બીજેપી અને સેના વચ્ચે વણસેલા સંબંધો અંગે સામનામાં લખવામાં આવ્યું છે કે, "અમે આવી પરિસ્થિતિનું નિર્માણ નથી કર્યું. બીજેપીએ જ આ પાપના બીજ રોપ્યા હતા."

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 43 બેઠક જીતવાના ભાજપના દાવા પર સોમવારે એનડીએના સાથી પક્ષ શિવસેનાએ બીજેપીને વાસ્તવિકતા બતાવી છે. શિવસેનાએ બીજેપીના આવા દાવાને અવાસ્તવિક અને વાસ્તવિકતાથી ખૂબ જ દૂર ગણાવ્યો છે.

સેનાએ દાવો કર્યો છે કે રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ છે ત્યારે બીજેપી જે દાવો કરી રહી છે તે જાણીને નવાઈ લાગે છે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ અને મહારાષ્ટ્ર બીજેપી પ્રમુખ રાવસાહેબ દાન્વેએ દાવો કર્યો હતો કે આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપી 2014ની લોકસભાની બેઠક કરતા એક બેઠક વધુ (43) જીતશે.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ બાદ (80 બેઠક) મહારાષ્ટ્ર સૌથી વધારે લોકસભાની બેઠક (48 બેઠક) ધરાવતું રાજ્ય છે. હાલ શિવસેના કેન્દ્રની બીજેપીના વડપણ હેઠળના એનડીએ સાથે જોડાયેલી છે. જોકે, ગયા વર્ષે શિવસેનાએ જાહેરાત કરી છે કે તે આગામી તમામ ચૂંટણી એકલા હાથે જ લડશે. જોકે, બીજેપીને હજુ પણ આશા છે કે ચૂંટણી પહેલા શિવસેના સાથે તમામ મુદ્દાઓ પર સમાધાન આવી જશે.

શિવસેનાના મુખપત્ર 'સામાના'માં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્ય હાલ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. સેનાના મુખપત્રના જણાવ્યા પ્રમાણે, "રાજ્યની બીજેપી સરકારે અહમદનગરમાં ખેડૂતોની દીકરોઓની ચળવળને કચડી નાખી હતી. રાજ્યમાં શિક્ષકો ખાલી પડેલી 24 હજાર બેઠકો ભરવા માટે લડત લડી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય હસ્તકના આશ્રયસ્થાનોમાં એક હજાર બાળકોનાં મોત થયા છે. સરકાર પાસે આ મુદ્દાઓનું કોઈ જ સમાધાન નથી પરંતુ તેમને એ વાતનો વિશ્નાસ છે કે ચૂંટણીમાં તે 43 બેઠક જીતશે."


સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, "લોકોના મુદ્દાઓ કરતા નીતિઓને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઝાંકળના બીંદુઓ જેવી રીતે ક્યારેક જામી જતા હોય છે તેવી જ રીતે સાશકોનું દિમાગ જામી ગયું છે."

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીનાં રાજકારણ પ્રવેશથી કોંગ્રેસનાં ‘અચ્છે દિન’ આવશે: શિવસેનાબીજેપી અને સેના વચ્ચે વણસેલા સંબંધો અંગે સામનામાં આગળ લખવામાં આવ્યું છે કે, "અમે આવી પરિસ્થિતિનું નિર્માણ નથી કર્યું. બીજેપીએ જ આ પાપના બીજ રોપ્યા હતા." મુખપત્રમાં બીજેપીને ટોન્ટ મારતા લખવામાં આવ્યું છે કે, "જો બીજેપી પાસે EVM અને અતિવિશ્વાસ બંને હોય તો તે મહારાષ્ટ્રમાં 48માંથી 48 બેઠક પણ જીતી શકે છે. લંડન અને અમેરિકામાં પણ બીજેપીનું કમળ ખીલી શકે છે, પરંતુ તેમણે જવાબ આપવો જોઈએ કે અત્યાર સુધી રામ મંદિરનું નિર્માણ શા માટે નથી થયું?"
First published: February 11, 2019, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading