ભાજપની હાર બાદ શિવસેનાએ કહ્યું- જનતાએ પાઠ ભણાવ્યો, આત્મચિંતનની જરૂર

ભાજપની હાર બાદ શિવસેનાએ કહ્યું- જનતાએ પાઠ ભણાવ્યો, આત્મચિંતનની જરૂર
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ (ફાઇલ ફોટો)

સંજય રાઉતે રાહુલ ગાંધીના વખાણ કર્યા એન કહ્યું કે, ભાજપ રાહુલને 2014 વાળા નેતા ન સમજે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપને પછડાટ મળતાં જ તેના સહયોગીઓએ પણ હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપના સહયોગી શિવસેનાએ કહ્યું કે, જનતાએ કોંગ્રેસને નથી ચૂંટી પરંતુ આપણને પાઠ ભણાવ્યો છે. આત્મચિંતન કરવું જોઈએ. સાથોસાથ શિવસેનાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ પણ કર્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, આજના પરિણામોએ સાબિત કર્યું છે કે તેમને 2014 વાળા રાહુલ ગાંધી સમજવાની ભૂલ ન કરવામાં આવે.

  સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાની સલાહ છે હવે જમીન પર ચાલવાનું શીખો. ચાર વર્ષથી હવામાં ઉડી રહ્યા હતા. જનતાએ પાઠ ભણાવી દીધો. રાઉતે કહ્યું કે, ભાજપને ગઠબંધનના સાંથે સંબંધ ન સાચવવાનો જવાબ મળ્યો છે. ગઠબંધન સહયોગી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. આત્મચિંતાન કરવું જોઈએ. રામ મંદિર હોય કે ગઠબંધનના સંબંધો, અમે ક્યારેય ખુશ નહોતા. ચૂંટણીમાં જતાએ સંદેશ આપ્યો છે.  આ પણ વાંચો, ચૂંટણી પરિણામઃ અમે રામ મંદિર માટે વિકાસને ભૂલ્યા, હવે તેની કિંમત ચુકવીએ છીએઃ બીજેપી MP

  રાઉતે કહ્યું કે, જે રાજ્યોમાંથી રથયાત્રા બાદ એનડીએની જીતની સફર શરૂ થઈ હતી, તે હવે અટકી રહી છે. એ જોવું જોઈએ કે એક-એક કરીને સાથી એનડીએનો સાથ છોડને જઈ રહ્યા છે. શિવસેના તો માત્ર મિત્ર ધર્મનું પાલન કરી રહી છે.
  First published:December 11, 2018, 17:57 pm