શિવસેનાની મોટી જાહેરાત- એકલા હાથે લડશે 2019 લોકસભાની ચૂંટણી

News18 Gujarati
Updated: January 23, 2018, 1:55 PM IST
શિવસેનાની મોટી જાહેરાત- એકલા હાથે લડશે 2019 લોકસભાની ચૂંટણી
મંગળવારે શિવસેનાની મળેલી બેઠકમાં 2019માં એનડીએ સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથ ચૂંટણી લેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મંગળવારે શિવસેનાની મળેલી બેઠકમાં 2019માં એનડીએ સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથ ચૂંટણી લેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  • Share this:
મુંબઈઃ શિવાસેનાએ મોટી જાહેરાત કરતા 2019ની લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાનું કહેવું છે કે, 'તેણે ગઠબંધન ચાલુ રાખવા માટે હંમેશા સમાધાન કર્યું છે. પરંતુ બીજેપીએ શિવસેનાને નીચે બતાવવા માટે કોઈ કસર છોડી નથી. પક્ષ હવે ગરિમા સાથે ચાલી શકશે.

શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મંગળવારે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, પાર્ટી હાલમાં કેન્દ્ર અને રાજ્યમાં એનડીએ સાથે ગઠબંધનમાં ભાગીદાર રહેશે.

મુંબઈના વર્લીના એનએસસી ગ્રાઉન્ડમાં મંગળવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી જેમાં સર્વસંમતિથી ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર શિવસેનાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શિવસેના યુવા અધ્યક્ષ આદિત્ય ઠાકરેને શિવસેના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. આ રીતે આદિત્ય ઠાકરેને શિવસેનામાં નંબર-2નું સ્થાન મળી ગયું છે.

દરેક રાજ્યમાં ચૂંટણી લડશે શિવસેના

આ દરમિયાન પોતાના ભાષણમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, 'હિન્દુ વોટમાં ફૂટ ન પડે, એ માટે અમે ક્યારેય મહારાષ્ટ્રમાંથી બહાર નથી નીકળ્યા, પરંતુ હવે શિવસેના દરેક રાજ્યમાં હિન્દુત્વના મુદ્દે ચૂંટણી લડશે.'

ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, 'ચૂંટણી આવતા જ તેમને કાશ્મીર યાદ આવે છે. તમારી છાતી કેટલા ઈંચની છે તે મતલબ રાખે છે. એ છાતીમાં કેટલું શૌર્ય છે એ તો બતાવો. તમે નેતન્યાહૂને ગુજરાત લઈને કેમ ગયા, જો તમે મજબૂત છો તો તેમને લઈને લાલ ચોક પર તિરંગો કેમ ન લહેરાવ્યો?'નેવીને લઈને નીતિન ગડકરીના ભાષણ પર પણ ઠાકરેએ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'ગડકરી સેનાનું અપમાન કરી રહ્યા છે. તેઓ કહે છે કે નેવી સરહદ પર કેમ નથી જતી. હું કહું છું કે તમે સર્જિકલ સ્ટ્રાઇકનો જશ કેમ લઈ રહ્યા છો, શું તમે લોકો સરહદ પર જાવ છો?'

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, 'જેવી રીતે ગૌ હત્યા પાપ છે તેવી જ રીતે ખોટી ખોટી વાતો ફેંકવી એ પણ પાપ છે. જો ખોટું બોલીને સત્તા પર આવેલા લોકોને જેલમાં નાખવામાં આવે તો, ખબર નહીં કોણ-કોણ જેલમાં જશે.'

આદિત્ય ઠાકરેને પાર્ટીમાં નંબર-2ની પોઝિશન આપવા પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'તમે ઇચ્છો તો આને વંશવાદ કહી શકો છો, પરંતુ અમને કોઈ ફર્ક નથી પડતો. અમારી અનેક પેઢી સમાજ માટે બલિદાન આપતી આવી છે. આદિત્ય તેને આગળ લઈ જશે.'
First published: January 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading