શિવસેનાના મુખ્યમંત્રી પદના દાવા પર શરદ પવારે કહ્યુ- કોઈ માંગશે તો વિચારીશું

News18 Gujarati
Updated: November 15, 2019, 2:20 PM IST
શિવસેનાના મુખ્યમંત્રી પદના દાવા પર શરદ પવારે કહ્યુ- કોઈ માંગશે તો વિચારીશું
કોના બનશે મુખ્યમંત્રી?

શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના નેતા શનિવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરશે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચવાને લઈ કવાયત તેજ થઈ ગઈ છે. આ દરમિયાન અહેવાલ છે કે શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress)ના નેતા શનિવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)સાથે મુલાકાત કરશે. રાજ્યપાલ સાથે મુલાકાત દરમિયાન ત્રણેય પાર્ટીઓના નેતા સરકાર રચવાનો દાવો રજૂ કરશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટપણે નથી કહેવામાં આવ્યું. NCP નેતા નવાબ મલિક મુજબ, રાજ્યપાલને ખેડૂતોની સમસ્યા વિશે વાતચીત કરવામાં આવશે. સરકાર બનાવવાના દાવો રજૂ નહીં કરવામાં આવે.

જોકે, માનવામાં આવી રહ્યું છે કે શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની વચ્ચે કૉમન મિનિમમ પ્રોગ્રામ (Common Minimum Programme) પર સહમતિ સધાઈ ગઈ છે. ત્રણેય પાર્ટીઓમાં 14+14+12 ફૉમ્યૂલા હેઠળ વિભાગોની વહેંચણી પર સહમતિ પણ સધાઈ ગઈ છે. સૂત્રોનું કહેવું છે કે, ફૉમ્યૂલા નક્કી થયા બાદ શક્ય છે કે શનિવારે રાજ્યપાલ સાથે મુલાકાત દરમિયાન શિવસેના-એનસીપી અને કૉંગ્રેસ સરકાર બનાવવાનો દાવો રજૂ કરે. આ દરમિયાન શરદ પવાર (Sharad Pawar)એ કહ્યુ છે કે જો કોઈ મુખ્યમંત્રી પદ માટે દાવો કરે છે તો તેની પર વિચાર કરાશે.

આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે NCP-કૉંગ્રેસનું ગઠબંધન 'જનતા સાથે છેતરપિંડી', સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલશું છે નવો ફૉમ્યૂલા?

સૂત્રો મુજબ, સરકાર રચવાના ફૉમ્યૂલા હેઠળ શિવસેનાના હિસ્સામાં 16, એનસીપીની પાસે 14 અને કૉંગ્રેસની પાસે 12 કેબિનેટની પોઝિશન મળી શકે છે. ત્રણેય પાર્ટીઓ વચ્ચે જે સમજૂતી થઈ છે તે મુજબ મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સુધી શિવસેનાના જ મુખ્યમંત્રી રહેશે. બીજી તરફ, કૉંગ્રેસ અને એનસીપીના ખાતામાં એક-એક ઉપમુખ્યમંત્રી પદ આવશે.

આ પણ વાંચો, મહારાષ્ટ્ર સંકટ પર નિતિન ગડકરીએ કહ્યુ, ક્રિકેટ અને રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે
First published: November 15, 2019
વધુ વાંચો
अगली ख़बर