મહારાષ્ટ્રમાં સરકાર રચનાના ફૉર્મ્યૂલા પર લાગી ફાઇનલ મહોર, ત્રણેય પાર્ટીઓએ CMP પર હસ્તાક્ષર કર્યા!

News18 Gujarati
Updated: November 21, 2019, 3:56 PM IST
મહારાષ્ટ્રમાં સરકાર રચનાના ફૉર્મ્યૂલા પર લાગી ફાઇનલ મહોર, ત્રણેય પાર્ટીઓએ CMP પર હસ્તાક્ષર કર્યા!
ત્રણેય પાર્ટીઓના આ ગઠબંધનનું નામ 'મહા વિકાસ આઘાડી' હશે, CWCની બેઠકમાં નિર્ણય લેવાયો

ત્રણેય પાર્ટીઓના આ ગઠબંધનનું નામ 'મહા વિકાસ આઘાડી' હશે, CWCની બેઠકમાં નિર્ણય લેવાયો

  • Share this:
નવી દિલ્હી : કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચવાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, સરકાર રચવાના ફૉર્મ્યૂલા પર ત્રણેય પાર્ટીઓએ મહોર મારી દીધી છે. શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress)ના નેતાઓએ કૉમન મિનિમમ પ્રોગ્રામ (CMP) પર હસ્તાક્ષર કરી દીધા છે. તેની સાથે જ એક સમન્વય સમિતિની રચના પણ કરવામાં આવી રહી છે જે સરકારના કામકાજ પર નજર રાખશે. આ દરમિયાન એવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસને વિધાનસભા અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રીપદ મળશે.

'મહા વિકાસ આઘાડી'

સૂત્રો મુજબ, ત્રણેય પાર્ટીઓના આ ગઠબંધનનું નામ 'મહા વિકાસ આઘાડી' હશે. આ પહેલા શિવસેનાએ ગઠબંધનનું નામ 'મહા શિવ આઘાડી' સૂચવ્યું હતું પરંતુ કૉંગ્રેસ અને એનસીપી બંને જ આ નામને લઈ સહમત નહોતા. બંને પાર્ટીઓ એવું નથી ઈચ્છતી કે ગઠબંધનમાં કોઈ પણ પાર્ટીનું નામ સામેલ કરવામાં આવે.

શુક્રવારે થશે જાહેરાત!

આ પહેલા અહેવાલ હતા કે કૉંગ્રેસ અને એનસીપીની બેઠક બાદ શુક્રવારે શિવસેનાની સાથે ફરી એકવાર બેઠક યોજવામાં આવશે. ત્રણેય પાર્ટીઓની બેઠકની સાથે જ સરકાર રચવાના સંબંધમાં જાહેરાત કરી દેવામાં આવશે. મળતા રિપોર્ટ મુજબ ત્રણેય પાર્ટીઓના ગઠબંધનમાં સરકારની રચના ઝારખંડ ચૂંટણીના પહેલા ચરણ પહેલા જ કરી દેવામાં આવશે.

સંજય રાઉતે કહ્યુ- શનિવારે રાજ્યપાલને મળશેઆ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ મુજબ, સંજય રાઉતે રાજ્યપાલને મળવાની વાત કહી છે. તેઓએ કહ્યુ કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા માટે શનિવારનો સમય લેવામાં આવ્યો છે. ત્યારબાદ કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતા પોતાના ધારાસભ્યોના સમર્થન પત્ર રાજ્યપાલને સોંપશે. તેની સાથે જ ફરી એકવાર મુખ્યમંત્રીની વાતનું પુનરાવર્તન કરતાં કહ્યુ કે, મુખ્યમંત્રીપદ માટે અઢી-અઢી વર્ષના કોઈ પણ ફૉમ્યૂલા ઉપર હજુ સુધી કોઈ વાતચીત નથી કરવામાં આવી.

આ પણ વાંચો,

પાકિસ્તાનનું હવે આવી બન્યું! ભારતને સોંપાયા વધુ 3 રાફૅલ ફાઇટર પ્લેન
પુલવામા જેવા હુમલાનું કાવતરું, આર્મી કાફલાના રસ્તામાં IED પાથર્યા
First published: November 21, 2019, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading