શિવસેના-બીજેપીનું ગઠબંધન તૂટ્યું! અરવિંદ સાવંતનું મોદી કેબિનેટમાંથી રાજીનામું

News18 Gujarati
Updated: November 11, 2019, 1:55 PM IST
શિવસેના-બીજેપીનું ગઠબંધન તૂટ્યું! અરવિંદ સાવંતનું મોદી કેબિનેટમાંથી રાજીનામું
શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.

એનસીપીએ શિવસેના સામે શરત મૂકી હતી કે જો એનડીએ સાથે છેડો છોડશે તો જ તેમને સમર્થન આપશે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (Shiv Sena)ની વચ્ચે 30 વર્ષ જૂનું ગઠબંધન તૂટાવાને આરે છે. મુખ્યમંત્રી પદ પર સહમતિ નહીં સધાતા શિવસેના અને બીજેપીના રસ્તા અલગ-અલગ થઈ ગયા છે.

સરકાર રચવા માટે શિવસેનાને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ની શરતોને માનતાં કેન્દ્રમાં બીજેપીની સાથે પોતાનું ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો છે. શિવસેના કોટાથી મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંત (Arvind Sawant)એ સોમવારે રાજીનામું આપી દીધું છે.

પોતાનું રાજીનામું આપતી વખતે પત્રકારો સાથે વાત કરતાં સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું કે, ચૂંટણી સમયે આપેલા વાયદાથી બીજેપી ફરી ગઈ છે. તેના કારણે નૈતિક રીતે કેન્દ્ર સરકારનો હિસ્સો રહેવું મારા માટે યોગ્ય નથી, તેથી મેં કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે.અરવિંદ સાવંતના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં નવી સરકાર બનવા જઈ રહી છે. વિરોધી વિચારધારાના સવાલ પર સાવંતે કહ્યુ કે, જ્યારે કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશ કુમાર સાથે સરકાર બનાવવામાં આવી તો ત્યાં કઈ વિચારધારા હતી.

મહારાષ્ટ્ર (Maharashtra)માં દરેક ક્ષણે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. આ ક્રમમાં શિવસેના (Shiv Sena)એ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના 'ફૉમ્યૂલા' પર અમલ કરતાં NDAથી અલગ થવાની તૈયારી કરી દીધી છે. આ રણનીતિ હેઠળ શિવસેના સાંસદ અને મોદી કેબિનેટમાં મંત્રી અરવિંદ સાવંત (Arvind Sawant)એ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, આ પહેલા NCPએ NDAથી અલગ થવાની સ્થિતિમાં જ શિવસેનાને સમર્થન આપવાની શરત મૂકી હતી. શિવસેના સાંસદ સાવંતની પાસે ભારે ઉદ્યોગ મંત્રાલયનો કાર્યભાર હતો.

NCPએ NDAથી અલગ થવાની શરત મૂકી હતી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નહોતું મળ્યું. જોકે, BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. તેને જોતાં રાજ્યપાલે બીજેપીને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. બીજેપીએ પોતાના દમ પર સરકાર બનાવવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ રાજભવન તરફથી બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દરેક ક્ષણે બદલાતી રાજકીય સ્થિતિની વચ્ચે શરદ પવારની પાર્ટી એનસીપીએ શિવસેનાને સમર્થન આપવાની સામે એનડીએ અને મોદી સરકારથી અલગ થવાની શરત મૂકી હતી. શિવસેનાએ તેની પર અમલ કરતાં આ પગલું ઉઠાવ્યું છે. પાર્ટી સાંસદ અરવિંદ સાવંતે કેન્દ્રીય મંત્રી પદ છોડવાની જાહેરાત કરી દીધી. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, સવારે 11 વાગ્યે તેની ઔપચારિક જાહેરાત કરી દેશે.

'મંજિલ બુરા માન જાએગી'

આ પહેલા રાજ્યસભા સાંસદ અને શિવસેનાના પ્રવક્તા સંજય રાવતે ટ્વિટ કર્યું હતું. તેઓએ કહ્યુ હતું કે 'યદિ રાસ્તે કી પરવાહ કરુંગા તો મંજિલ બુરા માન જાએગી.' બીજી તરફ, આ પહેલા તેઓએ ટ્વિટ કરી મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર અપ્રત્યક્ષ રીતે હુમલો કર્યો હતો. તેઓએ કહ્યુ હતું કે 'જો ખાનદાની રઈસ હૈ વો મિજાજ રખતે હેં નર્મ અપના, તુમ્હારા લહજા બતા રહા હૈ, તુમ્હારી દૌલત નઈ-નઈ હૈ.'

આ પણ વાંચો, મહારાષ્ટ્ર : બીજેપીના ઇન્કાર બાદ કૉંગ્રેસમાં ગતિવિધિ તેજ, હાઇકમાન્ડના આદેશની રાહ
First published: November 11, 2019, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading