Home /News /national-international /

શિવસેનાના ધારાસભ્યએ CM ઉદ્ધવને લખ્યો પત્ર, કહ્યુ- એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યો શા માટે થયા બળવાખોર?

શિવસેનાના ધારાસભ્યએ CM ઉદ્ધવને લખ્યો પત્ર, કહ્યુ- એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યો શા માટે થયા બળવાખોર?

સંજય શિરસાટ (ફાઇલ તસવીર)

Sanjay Shirsat letter to Uddhav Thackeray: તમે આ ધારાસભ્યોની વાત નથી સાંભળી, જ્યારે શિંદે હંમેશા ધારાસભ્યોનું સાંભળતા હતા અને ભવિષ્યમાં પણ સાંભળશે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે (Eknath Shinde)ના નેતૃત્વમાં શિવસેના (Shiv Sena) સાથે બળવો કરનાર ઔરંગાબાદના ધારાસભ્ય સંજય શિરસાટે (Sanjay Shirsat) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ને પત્ર લખ્યો છે. આ પત્ર ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેને એકનાથ શિંદેએ રિટ્વીટ કરતા કેપ્શનમાં લખ્યું છે, 'આ અમારી ભાવના છે.' આ પત્રમાં શિવસેનાના તમામ બળવાખોર ધારાસભ્યોની વાત કરવામાં આવી છે.

જેમાં લખ્યું છે, 'ગઈકાલે વર્ષા બંગલાના દરવાજા ખરેખર લોકો માટે ખોલવામાં આવ્યા હતા. બંગલા પર ભીડ જોઈને આનંદ થયો. છેલ્લા અઢી વર્ષથી શિવસેનાના ધારાસભ્ય તરીકે અમારા માટે આ દરવાજા બંધ હતા. ધારાસભ્ય તરીકે અમને આ બંગલામાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. અમને એવા લોકો દ્વારા ચલાવવામાં આવ્યા હતા, જે લોકો દ્વારા ચૂંટાયા ન હતા. આ લોકો વિધાન પરિષદ અને રાજ્યસભા દ્વારા આવ્યા હતા.

શિવસેનાના હતા સીએમ, છતાં ધારાસભ્યોને વર્ષા બંગલામાં પ્રવેશ નહોતો મળતો


આ પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'કહેવાતા (ચાણક્ય કારકુન) બડવે અમને હરાવવા અને રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીની રણનીતિ નક્કી કરવાનું કામ કરી રહ્યા હતા. તેનું પરિણામ માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યું છે. શિવસેનાના મુખ્યમંત્રી હતા, છતાં અમને ક્યારેય વર્ષા બંગલામાં સીધો પ્રવેશ મળ્યો નથી. મુખ્યમંત્રી દરેકને મંત્રાલયના છઠ્ઠા માળે મળે છે, પરંતુ અમારા માટે છઠ્ઠા માળનો પ્રશ્ન જ નથી, કારણ કે અમે ક્યારેય મંત્રાલય ગયા જ નથી. અમે ઘણી વખત મતવિસ્તારના કામ, અન્ય પ્રશ્નો, અંગત સમસ્યાઓ માટે મુખ્યમંત્રી સાહેબને મળવા માટે ઘણી વખત વિનંતી કર્યા પછી અમને બોલાવવામાં આવતા અને કલાકો સુધી બંગલાના ગેટ પર ઉભા રાખતા.

આ પણ વાંચો: એકનાથ શિંદેનું ગુવાહાટીમાં શક્તિ પ્રદર્શન

ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને આગળ લખ્યું છે કે, 'અમે મુખ્યમંત્રીને ઘણી વખત ફોન કર્યો, પરંતુ ફોન રિસીવ થયો ન હતો. આખરે અમે કંટાળીને ચાલ્યા જતા. અમારો પ્રશ્ન એ છે કે આપણા જ ધારાસભ્યો સાથે આવો અભદ્ર વ્યવહાર શા માટે? 3-4 લાખ મતદારો દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે આ પ્રકારનું વર્તન? શું હિન્દુત્વ, અયોધ્યા, રામમંદિર શિવસેનાના મુદ્દા છે? તો હવે જ્યારે આદિત્ય ઠાકરે અયોધ્યા ગયા હતા તો તમે અમને અયોધ્યા જતા કેમ રોક્યા? તમે પોતે જ ઘણા ધારાસભ્યોને ફોન કરીને અયોધ્યા ન જવા કહ્યું હતું. મુંબઈ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયેલા કેટલાક ધારાસભ્યોના સામાનની તપાસ કરી હતી. તે વિમાનમાં ચઢવા જતા હતા, ત્યારે તમે શ્રી શિંદેને ફોન કર્યો અને કહ્યું કે, ધારાસભ્યોને અયોધ્યા ન જવા દો અને તેમને પાછા લાવો. 'તમે અમારી અવગણના કરી, શિંદેએ હંમેશા ધારાસભ્યોનું સાંભળ્યું છે, અને આગળ પણ સાંભળશે.'



પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'શિંદે સાહેબે તરત જ અમને કહ્યું કે સીએમ સાહેબે ફોન કરીને ધારાસભ્યોને અયોધ્યા ન જવા કહ્યું છે. મુંબઈ એરપોર્ટ પરથી અમે અમારા ઘરે પાછા ફર્યા. રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાએ એક પણ મતનું વિભાજન કર્યું નથી. અમને રામ દરબારમાં કેમ જવા દેવામાં આવતા નથી? તમે ગઈકાલે જે કંઈ પણ કહ્યું, જે થયું તે ખૂબ જ લાગણીશીલ હતું. પરંતુ તે અમારા મૂળભૂત પ્રશ્નોના જવાબ આપતો નથી. તેથી જ અમારે અમારી લાગણીઓ તમારા સુધી પહોંચાડવા માટે આ ભાવનાત્મક પત્ર લખવો પડ્યો. તમે આ ધારાસભ્યોની વાત નથી સાંભળી, જ્યારે શિંદે હંમેશા ધારાસભ્યોનું સાંભળતા હતા અને ભવિષ્યમાં પણ સાંભળશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Maharashtra, Shiv sena, Uddhav thackeray, મુંબઇ

આગામી સમાચાર