'કોરોનાની દવા અને ઠાકરે સરકારને પાડવાની ચાલ વિરોધીઓએ હજી શોધવી પડશે : સંજય રાઉત

News18 Gujarati
Updated: May 26, 2020, 12:26 PM IST
'કોરોનાની દવા અને ઠાકરે સરકારને પાડવાની ચાલ વિરોધીઓએ હજી શોધવી પડશે : સંજય રાઉત
સંજય રાઉત

"મહારાષ્ટ્રમાં વિપક્ષે સરકારની વિરુદ્ધ બોલવાનો નિર્ણય લઇ લીધો છે."- સામના

  • Share this:
મહારાષ્ટ્ર (Maharashtra)માં જ્યારથી શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP)એ મળીને સરકાર બનાવી છે ત્યારથી જ ભાજપ (BJP) અને શિવસેનાની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કેસ પછી વિપક્ષમાં બેસેલી ભાજપે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકાર પર સતત હુમલા કર્યા છે. ભાજપનો આરોપ છે કે યોગ્ય પ્લાનિંગના અભાવે રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસ રાત વધી રહ્યા છે.

વિપક્ષના આ હુમલા પછી આજે શિવસેનાના મુખ્યપત્ર સામના (Saamana) દ્વારા વિપક્ષ પર પ્રહાર કરવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે વિપક્ષ ભ્રમ ફેલાવાનું કામ કરી રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે (Sanjay Raut) વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે "કોરોના વાયરસની દવા અને ઠાકરે સરકારને પાડવાનો ડોઝ વિરોધીઓને હજી સુધી નથી મળ્યો."

શિવસેનાએ પોતાના મુખ્યપત્ર સામનામાં લખ્યું કે મહારાષ્ટ્રમાં વિપક્ષે સરકારની વિરુદ્ધ બોલવાનો નિર્ણય લઇ લીધો છે. જેથી લોકોને લાગે કે રાજ્ય સરકાર કોરોના સામેની જંગમાં અસફળ રહી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષીય દળ દિવસમાં સપના જોઇ રહી છે કે કેવી રીતે તે મહારાષ્ટ્ર સરકારને પાડી દે અને તેનો વનવાસ પૂરો થાય. વિપક્ષ પૂરી રીતે ભ્રમમાં છે. કારણ કે તેવું કંઇ પણ થવાની સંભાવના નથી. મહારાષ્ટ્રમાં વિપક્ષનો આ વનવાસ 14 વર્ષનો રહેશે હવે.


ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ કોરોનાની તૈયારીને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આડે હાથે લીધી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ સરકારને વિફળ સરકાર બતાવવાનો પ્રયાસ કરી રહી છે. મજૂરોને ઘરે પાછા મોકલવા મામલેને ટ્રેનની માંગણીઓને પણ નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે જેથી આ મજૂરો જ્યારે ફૂટપાથ પર સૂવો તો વિપક્ષ અમારી પર આરોપ લગાવી શકે.

શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે 'કોરોનાની દવા અને ઠાકરે સરકારને પાડવોની ચાલ વિરોધીઓને હજી શોધવો પડશે. વિરોધી પાર્ટીઓએ તત્કાલીન ક્વારંટાઇન થઇ જવું જોઇએ. રાજ્ય સરકારને અસ્થિર કરવાના તેમના તમામ પ્રયાસોને અમે અસફળ કરીશું. જય મહારાષ્ટ્ર'
First published: May 26, 2020, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading