શિવસેનાના CM 5 વર્ષ માટે હશે, BJP ઈન્દ્રાસન આપે તો પણ મંજૂર નથી : સંજય રાઉત

News18 Gujarati
Updated: November 22, 2019, 3:30 PM IST
શિવસેનાના CM 5 વર્ષ માટે હશે, BJP ઈન્દ્રાસન આપે તો પણ મંજૂર નથી : સંજય રાઉત
જો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવાની ના પાડે તો એનસીપી સંજય રાઉતનું નામ આગળ કરી શકે છે

જો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવાની ના પાડે તો એનસીપી સંજય રાઉતનું નામ આગળ કરી શકે છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચવાના પ્રયાસોની વચ્ચે શિવસેના (Shiv Sena) નેતા સંજય રાઉત (Sanjay Raut)એ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યુ છે કે પાંચ વર્ષ માટે શિવસેનાના જ મુખ્યમંત્રી હશે. તમામ પાર્ટી શિવસેનાના મુખ્યમંત્રી મુદ્દે રાજી થઈ ગયા છે. તેની સાથે જ પૂર્વ ગઠબંધન સહયોગી ભારતીય જનતા પાર્ટી (BJP)ની સાથે સરકાર બનાવવાની વાત પર તેઓએ કહ્યુ કે હવે તમામ રસ્તા બંધ થઈ ગયા છે. રાઉતે કહ્યુ કે, જો બીજેપી ઈન્દ્રાસન આપશે તો પણ અમે તૈયાર નહીં થઈએ.

પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યુ કે, બે દિવસમાં મુખ્યમંત્રીને લઈ નિર્ણય લેવાઈ જશે. તેઓએ કહ્યુ કે, મહારાષ્ટ્રની જનતા અને શિવસૈનિક ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બને. બીજી તરફ એવી ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ ઠાકરે જો મુખ્યમંત્રી પદ નથી સ્વીકારતા તો એનસીપી સંજય રાઉતનું નામ મુખ્યમંત્રી પદ માટે રજૂ કરી શકે છે.

આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં શિવસેના ગઠબંધન સરકાર! સંજય રાઉતે કહ્યુ- કેટલાક સંબંધોથી બહાર આવવું સારું હોય છેબેઠક બાદ સરકાર રચવાનો દાવો રજૂ કરશે

સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્રની નવી સરકારની રચના શિવસેનાના નેતૃત્વમાં થશે. બીજી તરફ, સરકાર રચવા માટે દાવ રજૂ કરવાના સવાલ પર રાઉતે કહ્યુ કે, કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાના વરિષ્ઠ નેતાઓઅની બેઠક યોજાવાની છે. આ બેઠક બાદ અમે નિર્ણય લઈશું કે સરકાર રચવા માટે રાજ્યપાલની સમક્ષા ક્યારે દાવો રજૂ કરવાનો છે. રાઉતે કહ્યુ કે, રાજ્યમાં ટૂંક સમયમાં જ સરકારની રચના થઈ જશે.

મૂળે, બીજેપી (BJP)ની સાથે ગઠબંધનમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2019) લડનારી શિવસેના (Shiv Sena)ને સત્તામાં બરોબરીની ભાગીદારી અને અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગને કારણે બંને પાર્ટીઓમાં સહમતિ નહોતી સધાઈ. હવે એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress)ની સાથે મળી શિવસેના સરકાર રચવા તરફ આગળ વધી રહી છે. સંજય રાઉતે ટિ્વટ કરીને એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બીજપીએ અમારી માંગોને ન માનીને સ્વાભિમાનને ઠેસ પહોંચાડી, તેથી અમે અલગ થઈ રહ્યા છીએ.

આ પણ વાંચો, પુડુચેરીના મુખ્યમંત્રીએ કહ્યુ, કેન્દ્ર સરકાર રાજ્યને Transgender જાહેર કરી દે!
First published: November 22, 2019
વધુ વાંચો
अगली ख़बर