Home /News /national-international /

મુંબઈઃ શિવસેનાના નેતા સચિન સાવંતની ગોળી મારીને હત્યા

મુંબઈઃ શિવસેનાના નેતા સચિન સાવંતની ગોળી મારીને હત્યા

    મુંબઈના કાંદિવલી વિસ્તારમાં મોડી રાત્રે મોટરસાઇકલ પર સવાર બે લોકોએ શિવસેનાના નેતા સચિન સાવંતની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસના એક અધિકારીઓ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે આઠ વાગ્યે મોટરસાઇકલ પર સવાર બે લોકોને ગોકુલનગર વિસ્તારમાં સેનાની શાખાના ઉપ પ્રમુખ સાવંત પર ચાર રાઉન્ડ ફારયિંગ કર્યું હતું. સચિન સાવંત પહેલા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં શિવસેનાના કોર્પોરેટર અશોક સાવંતની પણ આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી.

    કે સાવંતને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.  2009માં પણ સચિન સાવંત પર ફાયરિંગ થયું હતું, પરંતુ એ વખતે તેમનો બચાવ થયો હતો. હત્યા પાછળનું કારણ સંપત્તિનો વિવાદ કે પછી નાણાની લેવડ દેવડ હોઈ શકે છે. સાવંત છેલ્લા બે દશકાથી શિવસેનામાં કાર્યકરત હતા, તેમજ તેમનું શાખા પ્રમુખ તરીકે પ્રમોશન થવાનું હતું.

    પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાલ આ અંગે વધારે માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. હાલમાં હત્યા પાછળ કોની સંડોવણી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

    કુરાર પોલીસ સ્ટેશનના વરિષ્ટ પોલીસ ઇન્સપેક્ટર ઉદયકુમાર રાજેશિર્કેએ જણાવ્યું હતું કે 40 વર્ષીય નેતા તેમની કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. બાઇક પર આવેલા બે અજાણ્યા લોકોએ તેમની કારને અટકાવી હતી અને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Firing, Killed, Shiv sena, નેતા, મુંબઇ

    આગામી સમાચાર