શિવસેના IT સેલના સભ્યનું રાજીનામું, કહ્યુ- સોનિયા, રાહુલના વખાણ ન કરી શકું

News18 Gujarati
Updated: November 27, 2019, 4:06 PM IST
શિવસેના IT સેલના સભ્યનું રાજીનામું, કહ્યુ- સોનિયા, રાહુલના વખાણ ન કરી શકું
રમેશ સોલંકી, આદિત્ય ઠાકરે સાથે.

રમેશ સોલંકી (Ramesh Solanki)એ કહ્યુ, "મારો અંતરાત્મા અને વિચારધારા કૉંગ્રેસ સાથે કામ કરવાની રજા નથી આપતી. હું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પ્રશંસા ન કરી શકું."

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ બાદ સ્થાયી સરકાર બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન કર્યું છે. જે પ્રમાણે મહારાષ્ટ્રમા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મુખ્યમંત્રી બનશે. શિવસેના (Shiv Sena)માં આ વાતને લઈને ભલે ખુશી હોય પરંતુ અમુક નેતાઓ આ વાતથી નારાજ છે. રમેશ સોલંકી (Ramesh Solanki)એ મંગળવારે શિવસેનાની યુવા સેનાની શાખા અને શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે. સોલંકી શિવસેના આઈટી સેલનો સભ્યો પણ હતો.

રમેશ સોલંકી (Ramesh Solanki)એ કહ્યુ, "મારો અંતરાત્મા અને વિચારધારા કૉંગ્રેસ સાથે કામ કરવાની રજા નથી આપતી. હું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પ્રશંસા ન કરી શકું. હું બાલા સાહેબ ઠાકરોને શિવસૈનિક છું. હું 12 વર્ષની ઉંમરથી જ શિવ સૈનિક છું. 21 વર્ષમાં મારો એક જ ઉદેશ્ય રહ્યો છે કે, 'કોંગ્રેસ મુક્ત ભારત'. મારા ટ્વિટર પર દોઢ લાખ ટ્વિટ્સ છે. જેમાંથી એક લાખથી વધારે ટ્વિટ રાહુલ, સોનિયા ગાંધી અને તેમના ભ્રષ્ટાચારના વિરોધમાં છે. હું હવે તેમની પ્રશંસા ન કરી શકું."

રમેશ સોલંકીએ રાજીનામું આપતાની સાથે જ અન્ય મુદ્દા પણ ઉઠાવ્યા છે. રમેશે કહ્યુ કે, 'કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ હતુ કે રામ ભગવાનનું કોઈ અસ્તિત્વ નથી. હું આવા લાકો સાથે બેસી ન શકું. ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા. હું દીલથી હંમેશા શિવ ભક્ત જ રહીશ.'


આ પહેલા સોલંકીએ ટ્વિટ કર્યું, 'છેલ્લા થોડા દિવસોથી હું શું માનું છું તે જાણવા માંગતા હતા. પરંતુ હવે હું એક વાત સ્પષ્ટ કરી દઉં છું. જે મારા શ્રી રામના નહીં (કૉંગ્રેસ)', તે મારા કોઈ કામના નથી. ફરી એક વખત પ્રેમ અને સન્માન માટે આદિત્યભાઈનો આભાર. તમારી સાથે કામ કરવામાં મજા આવી."

આ પણ વાંચો : 
First published: November 27, 2019, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading