શિવસેના પોતાની સહયોગી પાર્ટી બીજેપીનો સતત વિરોધ કરી રહી છે. પોતાના મુખપત્ર સામનામાં ભાગ્યે જ કોઈ દિવસ ખાલી જતો હશે કે, જેમાં મોદી વિરૂદ્ધ તંત્રીલેખ લખવામાં ન આવતો હોય. શિવસેનાએ સોમવારે મહારાષ્ટ્રમાં ખેડૂતો અને સતત બીજા લોકો દ્વારા આત્મહત્યા કરવાની ઘટનાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન કર્યાં કે, શું આજ તેમના સારા દિવસનું વચન હતું? શિવસેનાએ કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, ગરીબી, જીવન જીવવા માટેના સાધનોની ઉણપ અને સરકારની આર્થિક નીતિઓના કારણે પડનાર વધારાના નાણાકિય બોજના કારણે આત્મહત્યાઓ વધી ગઈ છે.
શિવસેનાએ પાર્ટીના મુખપત્ર 'સામના' અને 'દોપહર કા સામના'ના તંત્રી લેખમાં લખ્યું છે કે, વાસ્તવિકતા તે છે કે, મહારાષ્ટ્ર ગંભીર સંકટમાં છે અને લોકોને ભૂખ્યા રહેવું પડે છે, તેમની પાસે જરુરિયાત પૂર્તિના સાધનો નથી. તેથી આખે-આખું પરિવાર આત્મહત્યા કરી રહ્યું છે.
શિવસેનાએ મુંબઈમાં પ્રવિણ પટેલ અને રીના દંપતિના 11 વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, પરિવાર કેન્સરથી પીડિત પોતાની 14 વર્ષની પુત્રીની સારવાર માટે દેવું કર્યું હતું. હાલમાં જ તેમની પુત્રીનું મૃત્યું થઈ ગયું. દેવું ના ભરી શકવાની પરિસ્થિતિમાં પરિવારે આત્મહત્યા કરી લીધી. શિવસેનાએ કહ્યું કે, પાછલા સપ્તાહમાં સરકારી કર્મચારી રાજેશ ભિંગરે દ્વારા આત્મહત્યા કરવાની ઘટનાથી મુંબઈ એક વખત ફરીથી સન્ન રહી ગયું. ઘરનો ખર્ચ ચલાવવાથી લાચાર ભિંગરેએ બે બાળકો અને પત્ની સહિત આત્મહત્યા કરી લીધી.
બીજી તરફ સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં 21 વર્ષના એન્જિનિયરિંગની વિદ્યાર્થિની અલીશા નવાતેએ તે માટે આત્મહત્યા કરી લીધી કેમ કે, તેના માતા-પિતા તેના ભણતરનો ખર્ચ ઉઠાવવામાં અક્ષમ હતા. અહેમદનગર જિલ્લાના પોખરી-બાલેશ્વર ગામમાં સંતૂજી ફટંગરે પોતાની બે ટીનેજર બાળકીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી, કેમ કે તેઓ પરિવારનું ભરણપોષણ કરી શકતા નહતા.
શિવસેનાએ કહ્યું, "દેવાના બોજા હેઠળ દબાયેલ ખેડૂતની આત્મહત્યાઓની ઘટનાઓ અત્યાર સુધી માત્ર વિદર્ભમાં જોવા મળતી હતી, પરંતુ હવે મુંબઈ સહિત આખા રાજ્યમાં આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. લોકો ગરીબી અને ભૂખથી નિરાશ છે અને આત્મહત્યા કરી રહ્યાં છે."
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સંબોધીને શિવસેનાએ કહ્યું કે, બંને વારં-વાર વિદેશોના પ્રવાસ પર જાય છે અને ત્યાંથી પરત ફર્યા પછી દરેક વખત વિકાસ અને સમૃદ્ધિ લાવવાની મોટી-મોટી વાતો કરે છે, જે ક્યાંય દેખાતી નથી.
બીજેપી દ્વારા હાલમાં જ શરૂ કરવામાં આવેલ 'સંપર્ક થી સમર્થન'ની પહેલ પર સેનાએ કહ્યું કે, (બીજેપી) માધુરી દિક્ષિત, સલમાન ખાન, તાતા અને બિરલાના સંપર્કમાં છે, પરંતુ દેશના ગરીબો સાથે તેમનો સંપર્ક તૂટી ગયો છે. શિવસેનાએ કહ્યું કે, જનતાની જે સળગતી સમસ્યાઓ છે, તેમને સમજવામાં ભાજપ નિષ્ફળ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર