PM મોદીને રાજ ભવનની પ્રતિષ્ઠા જાળવવી હોય તો રાજ્યપાલને પાછા બોલાવી લો: શિવસેના

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી

આ તંત્રી લેખમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે ભાજપનો 'પર્દાફાશ' થઇ ગયો છે. રાજ્યપાલના સહારે મહારાષ્ટ્ર સરકાર પર હુમલો કરવો વિપક્ષી પાર્ટીને ભારે પડ્યો છે.

  • Share this:
    શિવસેના (Shivsena)એ કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રાજભવનની 'પ્રતિષ્ઠા'ને જાળવી રાખવી હોય તો તેને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)ને પાછા બોલાવી લેવા જોઇએ. શિવસેનાએ પોતાના મુખ્યપત્ર 'સામના'માં લખેલી એક સંપાદકીયમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ 78 વર્ષીય કોશ્યારી પર જોરદાર ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે પ્રાર્થના સ્થળો ખોલવાને લઇને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને પત્ર લખ્યો હતો અને પુછ્યું હતું કે શું શિવસેનાના નેતા અચાનક ધર્મનિરપેક્ષ થઇ ગયા છે?

    આ તંત્રી લેખમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે ભાજપનો 'પર્દાફાશ' થઇ ગયો છે. તેમાં લખ્યું છે કે રાજ્યપાલના સહારે મહારાષ્ટ્ર સરકાર પર હુમલો કરવો વિપક્ષી પાર્ટીને ભારે પડ્યો છે. વધુમાં લેખમાં લખ્યું કે કોવિડ 19ના સુરક્ષા પ્રોટોકોલને લઇને કડકાઇથી પાલન સાથે રેસ્ટોરન્ટ્સ ખોલવામાં આવ્યા છે પણ જો મંદિર ખોલવા હોય તો તે માટે એક રાષ્ટ્રીય નીતિ હોવી જોઇએ.

    પાર્ટીનું કહેવું છે કે દેશમાં અનેક જગ્યાએ મંદિર બંધ છે. લેખમાં કોશ્યારીના પત્રને લઇને મુખ્યમંત્રીની પ્રતિક્રિયાને યોગ્ય ગણાવતા કહ્યું કે આનાથી મંદિરોના દેવી દેવાતાઓએ પણ આનંદપૂર્વક ઘંટનાદ કર્યો હશે. લેખમાં લખ્યું છે કે આ ઘંટનાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સુધી પહોંચ્યા હશે. તેમણે રાજભવનની પ્રતિષ્ઠાને બનાવી રાખવા માટે રાજ્યપાલને પાછા બોલાવી લેવા જોઇએ.

    વધુ વાંચો : Mumbai Rains: મુંબઇ-પુણેના આ વિસ્તારો થયા જળમગ્ન, પાક નિષ્ફળ થવાનો પણ ભય

    કોશ્યારી અને ઠાકરેની વચ્ચે હાલ વાક યુદ્ઘ ચાલી રહ્યું છે. રાજ્યપાલે કોરોનાના કારણે બંધ મંદિર અને પ્રાર્થના સ્થળોને ખોલવાની વાત કરી છે. અને મુખ્યમંત્રીને આ મામલે પત્ર પણ લખ્યો છે. જેના જવાબમાં ઠાકરે કહ્યું કે તે પ્રાર્થના સ્થળ ખોલવાના કોશ્યારીજીના આગ્રહ પર વિચાર કરશે પણ મારા હિંદુત્વ માટે મારે રાજ્યપાલના પ્રમાણપત્રની જરૂર નથી. ત્યાં જ ભાજપના કાર્યકર્તાઓ રાજ્યના અલગ અલગ શહેરોની બહાર મંદિર ખોલવાની માંગણી સાથે પ્રદર્શન કરી રહ્યા છે.



    રાકાંપા પ્રમુખ શરદ પવારે પણ મુખ્યમંત્રી અને રાજ્યપાલની વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ટિપ્પણી કરી છે અને કોશ્યારી પત્રમાં અસંયમિત ભાષાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ર લખીને આ વાતથી તેમને આંચકો લાગ્યો છે તે જણાવ્યું છે. (ઇનપુટ- ભાષા)
    Published by:Chaitali Shukla
    First published: