શિવસેના NCPને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવા તૈયાર : સૂત્ર

News18 Gujarati
Updated: November 25, 2019, 9:54 AM IST
શિવસેના NCPને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવા તૈયાર : સૂત્ર
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર (ફાઇલ તસવીર)

શુક્રવારે શિવસેના પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી માટે અડગ રહેતાં અજિત પવાર બેઠક વચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલી ઘમાસાણની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, શિવસેના (Shiv Sena) શરદ પવાર (Sharad Pawar)ની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવા તૈયાર થઈ ગઈ છે. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ ની શુક્રવાર રાત્રે થયેલી બેઠકમાં પાંચ વર્ષ માટે મુખ્યમંત્રીની માંગ પર શિવસેના અડગ રહેતાં વાતચીત પૂરી નહોતી થઈ શકી. તેના બીજા દિવસે જ એટલે કે શનિવારે સવારમાં અજિત પવાર (Ajit Pawar)એ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સાથે સરકાર બનાવી લીધી અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ તેમને નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લેવડાવી દીધા હતા.

અજિત પવાર બેઠક વચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા

ગત શુક્રવારની મોડી સાંજે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં શિવસેનાની પાંચ વર્ષ માટે મુખ્યમંત્રીની માંગ પર સહમતિ સધાઈ હતી અને ઉદ્ધવ ઠાકરેનું નામ મુખ્યમંત્રી પદ માટે આગળ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ વાતથી નારાજ થઈને અજિત પવાર બેઠક વચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા. શિવસેના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યુ હતું કે, તેમના આ વલણથી અમને આશંકા થઈ હતી. બીજા જ દિવસે તેઓએ નાયબ-મુખ્યમંત્રીના શપથ લઈ લીધા તો આ આશંકા સાચી પુરવાર થઈ.

બીજેપીનો 155 ધારાસભ્યોના સમર્થનનો દાવો

બાદમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે રાજ્યપાલના પગલા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટમાં રવિવારે થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સોમવારે ફરી એકવાર સુનાવણી થશે. આ દરમિયાન બીજેપીએ દાવો કર્યો છે કે તેમની પાસે 155 ધારાસભ્યોનું સમર્થન છે. તેમાં બીજેપીના 105, અજિત પવારની સાથે આવેલા 25 ધારાસભ્ય અને 15 અપક્ષનું સમર્થન મળેલું છે. બીજી તરફ વિપક્ષે દાવો કર્યો છે કે તેમની પાસે કુલ 161 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં શિવસેનાના 56, કૉંગ્રેસના 44 અને શરદ પવારની એનસીપીના 53 અને 8 અપક્ષ સામેલ છે. શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી રાજ્યપાલને ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ સોંપવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો,મહારાષ્ટ્રમાં BJPનું 'ઑપરેશન લૉટસ' : બહુમતનો આંકડો એકત્ર કરવા આ 4 નેતાને જવાબદારી સોંપાઈ
મહારાષ્ટ્ર : જેની પાસે હશે 29 MLAનું સમર્થન તે જ હશે Floor Testનો કિંગ
First published: November 25, 2019, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading