અકાલી દળે બીજેપી સાથે 22 વર્ષ જૂની દોસ્તી તોડી, કૃષિ બિલના વિરોધમાં NDA છોડ્યું

News18 Gujarati
Updated: September 26, 2020, 11:30 PM IST
અકાલી દળે બીજેપી સાથે 22 વર્ષ જૂની દોસ્તી તોડી, કૃષિ બિલના વિરોધમાં NDA છોડ્યું
અકાલી દળે બીજેપી સાથે 22 વર્ષ જૂની દોસ્તી તોડી, કૃષિ બિલના વિરોધમાં NDA છોડ્યું

અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કૃષિ સંબંધિત અધ્યાદેશોને લાવનાર એનડીએનો અમે ભાગ હોઈ શકીએ નહીં

  • Share this:
નવી દિલ્હી : શિરોમણી અકાલી દળે (Shiromani Akali Dal)એનડીએ (NDA)છોડવાનો નિર્ણય કર્યો છે. અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કૃષિ સંબંધિત અધ્યાદેશોને લાવનાર એનડીએનો અમે ભાગ હોઈ શકીએ નહીં. સુખબીર સિંહ બાદલે કહ્યું કે એનડીએમાંથી અલગ થવાનો નિર્ણય સર્વસંમત્તિથી લેવામાં આવ્યો છે.

અકાલી દળે કહ્યું કે અમને એમએસપી પર ખેડૂતોના પાકના રક્ષા માટે વૈધાનિક ગેરન્ટી આપવાની મનાઇ કરવા પર બીજેપીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ સાથે શીખ અને પંજાબી મુદ્દા ઉપર પણ સરકાર અસંવેદનશીલ હતી.

આ પણ વાંચો - PM Modi UNGA : પીએમ મોદીએ UNમાં કરી ફેરફારની માંગણી, સ્થાયી સીટનો દાવો કર્યો

આ પહેલા શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે શનિવારે માંગણી કરી કે પંજાબ સરકાર તાત્કાલિક એક અધ્યાદેશ લાવે જેમાં આખા રાજ્યને કૃષિ બજાર જાહેર કરી દેવામાં આવે. જેથી કેન્દ્રના કૃષિ વિધેયકોને અહીં લાગુ કરવાથી રોકી શકાય. અકાલી દળે કહ્યું કે અકાલી ફોબિયાથી દિવસ રાત ગ્રસ્ત રહેનાર અને પોતાના વિરોધીઓ પર દુર્ભાવનાપૂર્ણ આરોપ લગાવવામાં વ્યસ્ત રહેવાના બદલે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ખેડૂતોની રક્ષા માટે પગલાં ભરે.

સુખબીર સિંહ બાદલે કહ્યું કે કેન્દ્રના નવા કાનૂનને પંજાબમાં લાગુ ન કરવાનો એકમાત્ર ઉપાય એ છે કે આખા રાજ્યને કૃષિ ઉત્પાદ બજાર જાહેર કરી દેવામાં આવે. કોઈપણ વિસ્તાર જે મંડી જાહેર થાય તે નવા કાનૂનના દાયરામાંથી બહાર છે.
Published by: Ashish Goyal
First published: September 26, 2020, 11:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading