શિરડીમાં સાઇ દર્શનની સાથે મળશે એરપોર્ટ જેવી સુવિધા, માસ્ટર પ્લાન તૈયાર

 • Share this:
  સાઇ બાબાના આશીર્વાદ લેવા માટે, સમગ્ર રાષ્ટ્ર જ નહી સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુ ભક્તો આવે છે. ઉનાળાના દિવસોમાં રોજ 70 થી 80 હજાર ભક્તો શિરડી આવે છે, જેના કારણે લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. ભક્તોને રાહત આપવા માટે, સાઈબાબા મંદિર ટ્રસ્ટે શિરડીમાં નવી યોજના તૈયાર કરી છે, જે ભક્તોને એરપોર્ટ જેવી સુવિધા પૂરી પાડશે.

  આવી સુવિધા હશે
  મંદિરની જગ્યામાં, એક ચેક-ઇન કાઉન્ટર એરપોર્ટ જેવુ હશે. જ્યાં લગભગ 40 કાઉન્ટર્સ હશે અહીં ભક્તો દર્શન કરી મંદિર પરિસરમાં પ્રવેશ કરશે. અંદર આવ્યા બાદ, ભક્તોને મુલાકાત લેવાનો યોગ્ય સમય આપવામાં આવશે. મંદિરમાં દરેક કલાક અનુસાર બૉક્સ તૈયાર કરવાની યોજના પણ છે. ભક્તો માટે બેસવાની વ્યવસ્થા હશે. અહીં, મંદિર ટ્રસ્ટ તરફથી, બાળકો માટે મફત ચા અને દૂધ આપવામાં આવશે.

  મંદિરમાં દરેક સ્થળે ભીડ ન થાય તે માટે દરેક બૉક્સમાં એક ટીવી સ્ક્રીન હશે જેમાં સાઇના દર્શનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ રીતે, જ્યા સુધી દર્શન ન થાય ત્યા સુધી લોકો એક જગ્યાએ દાખલ થવાને બદલે ટીવી સ્ક્રીન મારફતે દર્શન કરી શકશે.

  ભક્તોએ દાન કર્યુ 110 કરોડનું નવુ આશ્રમ
  સાઈ ટ્રસ્ટના આશ્રમ ઉપરાંત, એક ભક્તે હવે 110 કરોડના ખર્ચે નવા ભક્ત આશ્રમનું નિર્માણ કર્યું છે. આ આશ્રમમાં તમે ઓનલાઈન બુકિંગ કરીને ઓછા ભાવે રહી શકો છો. ભક્તો બાબાના પ્રસાદથી વંચિત ન હે તે માટે દરરોજ 50 હજારથી વધુ લોકોને મંદિર ટ્રસ્ટ ફ્રીમાં ભોજન કરાવે છે, આ માટે અહીં સંપૂર્ણ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામા આવે છે.

  ટેમ્પલ ટ્રસ્ટના સીઈઓ આઇ.એ.એસ. રુબલ અગ્રવાલ જણાવે છે કે સતત વધી રહેલી ભીડને નિયંત્રિત કરવું મુશ્કેલ કાર્ય હતું. પરંતુ ભીડ વ્યવસ્થાપન માટે 200 થી વધુ એલઇડી ટીવી સમગ્ર મંદિરની જગ્યામાં સ્થાપિત કરાયા. જેથી લોકો બાબાના દર્શન કરતા રહે. સાઇ બાબાની સમાધિના 100 માં વર્ષમાં, મંદિર સંકુલને સંપૂર્ણપણે બદલવામાં આવી રહ્યુ છે. અહીં, બગિચાઓની ગોઠવણી, ફુવારાઓ, સાથે સાથે લોકોને બેસવાની વ્યસ્થા પણ કરવામાં આવી છે, જેથી મંદિરમાં આવેલાં ભક્તો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહે નહીં અને તેઓ શાંતિની ભાવના અનુભવી શકે.
  Published by:Bhoomi Koyani
  First published: