10 દિવસથી ગુમ શુભમના પિતાનો આક્રંદ : 'મારા દીકરાને પાછો લાવો'

News18 Gujarati
Updated: December 11, 2019, 11:32 AM IST
10 દિવસથી ગુમ શુભમના પિતાનો આક્રંદ : 'મારા દીકરાને પાછો લાવો'
શિમલાનો શુભમ 10 દિવસથી ગુમ છે. તેના પિતાએ દીકરાને શોધવા માટે પોલીસને આજીજી કરી છે.

મિત્ર સાથે ફોટોગ્રાફી કરવા ગયેલો શુભમ 10 દિવસથી ગુમ, જંગલમાં સ્નીફર ડૉગ અને ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન

  • Share this:
શિમલા : 10 દિવસથી ગુમ 23 વર્ષીય શુભમ (Shimla Youth Shubam Missing Case)ની કોઈ ભાળ નથી મળી રહી. પોલીસની બટાલિયન (Shimla Police Battalion) અને સ્થાનિક લોકો પણ શુભમને શોધવામાં લાગેલાં છે. મામલો હિમાચલ પ્રદેશના પાટનગર શીમલાની છે.

મળતી જાણકારી મુજબ, રોહરુના નાહલના રહેવાસી શુભમની તપાસમાં અનેક લોકો ઉપરાંત સ્નીફર ડૉગની પણ મદદ લેવામાં આવી રહી છે. ડ્રોનથી પણ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી શુભમની કોઈ ભાળ નથી મળી.

શુભમના પિતાનો આક્રંદ

30 નવેમ્બરની રાત્રે દેહા પોલીસ સ્ટેશનની હદના ધાર જંગલમાં શુભમ રહસ્યમય રીતે ગુમ થયો હતો. પોતાના એકમાત્ર દીકરાની શોધમાં ભટકી રહેલા પિતા જ્યારે શિમલામાં સરકારની મદદ માંગવા માટે પહોંચ્યા તો મીડિયાની સામે આંસુ છલકાઈ ગયા. તેમણે ગળગળા થતાં જણાવ્યું કે તેમનો દીકરો કેવી રીતે ગુમ થયો. શુભમના સાથી વિશે જણાવ્યું અને પોલીસની તપાસ ઉપર પણ સવાલ ઊઠાવ્યા. મુખ્યમંત્રી પાસે મદદની આજીજી પણ કરી.

શુભમના પિતાએ આક્રંદ કરતાં કહ્યું કે, મારા દીકરાને પાછો લાવો.


શુભમ કાર રેલીની ફોટોગ્રાફી કરવા ગયો હતોશુભમના પિતાએ જણાવ્યું કે 30 નવેમ્બરની સવારે શુભમ ઘરેથી ગયો હતો. લગભગ 17-18 યુવકોની સાથે કાર રેલી માટે ગયો હતો. શુભમના મિત્ર પુનીતે તેને આ રેલીની ફોટોગ્રાફી માટે બોલાવ્યો હતો. ખઆ સમગ્ર ટીમમાં શુભમ એકમાત્ર પુનીતને જ જાણતો હતો. આ મામલામાં પોલીસે પુનીતની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પિતાએ જણાવ્યું કે શુભમની માતાની તબિયત ખરાબ છે. દિવસ-રાત રડતી રહે છે અને ખાવા-પીવાનું પણ ભાન નથી.

શુભમના મિત્ર પુનીતે શું કહ્યુ?


પોલીસ પૂછપરછમાં શુભમના મિત્ર પુનીતે નિવેદન આપ્યું કે તે 30 નવેમ્બરે જિપ્સીમાં જુબ્બલથી કોટખાઈ થઈને ધાર બલ્સન અને દેહા તરફ ગયો હતો. તે દિવસે શુભમ અને પુનીતે ધારકાલનાના રહેવાસી દિનેશના ઘરે ઘણો દારૂ પીધો અને સ્નેક્સ ખાધા. મોડી રાત્રે બંને દારૂના નશામાં પોતાના બીજા સાથીઓને છોડીને ગાઢ જંગલોની વચ્ચે જતા હતા. લગભગ 2 વાગ્યે શુભમે પુનીતને જણાવ્યું કે તેને ઉલટી આવી રહી છે તો પુનીતે ગાડી રોકી દીધી. શુભમ ફોન ત્યાં મૂકીને ગાડીથી ઉતરી ગયો. પુનીત નશામાં હોવાના કારણે ડ્રાઇવિંગ સીટ પર જ સૂઈ ગયો.

જંગલમાં શુભમને શોધવા માટે સ્નીફર ડૉગની પણ મદદ લેવામાં આવી રહી છે.


શુભમ ગાડી સુધી પાછો આવ્યો નહીં

લગભગ બે કલાક બાદ જ્યારે પુનીતની આંખ ખુલી તો તેણે જોયું કે શુભમ ગાડી સુધી પાછો આવ્યો નથી. ત્યારબાદ પુનીતે જંગલમાં શુભમની ઘણી તલાશ કરી પરંતુ તે મળ્યો નહીં. પુનીતને લાગ્યું કે શુભમ ઘરે ચાલ્યો ગયો છે તો તે પણ ત્યાંથી પાછો વળ્યો. પુનીતે શુભમના પરિજનોને મોબાઇલ અને કેમેરા સોંપ્યો અને કહ્યુ કે જ્યારે તે ઘરે આવી જાય તો તેને આપી દેજો, પરંતુ શુભમ ઘરે પહોંચ્યો જ નહીં.

પુનીત પર શંકાની સોય

શુભમના પિતાનું કહેવું છે કે તેમને આશંકા છે કે પુનીતે શભુમની સાથે ચોક્કસ કંઈક ખોટું કર્યું છે. એવું લાગી રહ્યું છે કે પોલીસ પણ કોઈ દબાણમાં કામ કરી રહી છે. તેઓએ કહ્યુ કે તપાસ કોઈ બીજા અધિકારીને સોંપવી જોઈએ. યોગ્ય રીતે પૂછપરછ અને તપાસ નથી કરવામાં આવતી. રોજ એક જ પોઇન્ટ પર જઈને પોલીસ તપાસ રોકવામાં આવે છે.

પુનીતની વાતો પર આશંકા

પિતાનું કહેવું છે કે પુનીતની વાતો પર આશંકા ઊભી થઈ રહી છે. તે વિસ્તારના સ્થાનિક લોકો જણાવે છે કે ઘટનાવાળી રાત્રે પુનીત જંગલમાં પોતાની જિપ્સીમાં ચક્કર મારી રહ્યો હતો. બીજી તરફ આ મામલાની ગંભીરતાને જોતાં પોલીસે એડિશનલ એસપી. પ્રવીર ઠાકુરની અધ્યક્ષતામાં SITની રચના કરી છે.

પૉલીગ્રાફ ટેસ્ટ કરવા માટે અરજી

એસપી ઓમાપતિ જમ્વાલે કહ્યુ કે પુનીતના નિવેદનની ખરાઈ કરવા માટે કોર્ટ પાસે તેનો પૉલીગ્રાફ ટેસ્ટ કરવા માટે અરજી આપવામાં આવી છે. એસપીએ કહ્યુ કે શુભમને શોધવાના પ્રયાસ ચાલી રહ્યા છે. લગભગ 40 પોલીસકર્મી ઉપરાંત સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડ વિભાગના કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક પંચાયતોના પ્રધાનો સાથે બેઠક પણ કરવામાં આવી છે અને પંચાયત સ્તરે નાની-નાની ટીમો બનાવી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, પશ્ચિમ બંગાળમાં મળ્યો બે માથાવાળો સાપ, દૂધ પીવડાવવા ભીડ ઉમટી
First published: December 11, 2019
વધુ વાંચો
अगली ख़बर