Home /News /national-international /20 દિવસ પહેલા નવી બનેલી કોંગ્રેસની સરકાર પાડવાનો પ્લાન, ભાજપના ધારાસભ્યએ કહ્યું- ઓપરેશન લોટસ

20 દિવસ પહેલા નવી બનેલી કોંગ્રેસની સરકાર પાડવાનો પ્લાન, ભાજપના ધારાસભ્યએ કહ્યું- ઓપરેશન લોટસ

himachal pradesh

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારના ગઠનના પુરા 20 દિવસ થઈ ચુક્યા છે. સીએમ સુખવિંદર સિંહ અને ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રીએ 12 ડિસેમ્બર 2022ના રોજ કાર્યભાર સંભાળી ચુક્યા છે.

શિમલા: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારના ગઠનના પુરા 20 દિવસ થઈ ચુક્યા છે. સીએમ સુખવિંદર સિંહ અને ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રીએ 12 ડિસેમ્બર 2022ના રોજ કાર્યભાર સંભાળી ચુક્યા છે. પણ અત્યાર સુધીમાં કેબિનેટ ગઠન થયું નથી. તો વળી મંડી જિલ્લાના બલ્હ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય ઈંદ્ર સિંહ ગાંધીએ તો રાજ્યમાં જયરામ ઠાકુર ફરી વાર મુખ્યમંત્રી બનવાનો દાવો ઠોકી રહ્યા છે. તો વળી કોંગ્રેસે તેના પર વળતો જવાબ આપ્યો છે. આ અગાઉ ભાજપ સરકારમાં મંત્રી રહેલી વિક્રમ સિંહે પણ ઓપરેશન લોટ્સને લઈને એક પોસ્ટ નાખી હતી. પણ બાદ આ પોસ્ટ એડિટ કરી દીધી હતી.

આ પણ વાંચો: અઘરી નોટ: પત્નીએ બનાવેલા ભોજનને દરરોજ રેટ આપે છે પતિ, F ગ્રેડ આપ્યા બાદ ઓર્ડર કરે છે પિઝ્ઝા

હકીકતમાં ભાજપના ધારાસભ્ય ઈંદ્ર સિંહ ગાંધીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઓપરેશન લોટસ શરુ થઈ ચુક્યું છે અને કોંગ્રેસને પણ આ વાતની જાણકારી છે. તેમણે કહ્યું કે, જેટલી મને જાણકારી છે, એટલી હું આપી રહ્યો છું. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસના 18 ધારાસભ્યો ગાયબ છે. દિલ્હીમાં બેઠેલા નેતાઓને તેના વિશે વધારે જાણકારી છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લઈ ગઈ છે, તો તેમણે કહ્યું કે, બની શકે છે.

વિક્રમ સિંહે પણ નાખી હતી પોસ્ટ


હાલમાં જ ભાજપ સરકારમાં જ મંત્રી રહેલા વિક્રમ સિંહે પણ એક પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, અમારા પ્રેશરમાં નહીં પોતાના ભારથી પડશે કોંગ્રેસ સરકાર @ઓપરેશન લોટસ. જો કે, બાદમાં તેમણે આ પોસ્ટ એડિટ કરીને ઓપરેશન લોટસ હટાવી દીધું હતું.
First published:

Tags: BJP Himachal

विज्ञापन