Video કિન્નૌર: ભૂસ્ખલનથી પહાડ પરથી મોટા-મોટા પથ્થરો પ્રવાસીઓની ગાડી પર પડ્યા, 9 ના મોત, 3 ઘાયલ

કિન્નોર ભૂસ્ખલન

પીએમઓએ ટ્વિટ કર્યું છે કે, હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભયાનક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારાઓના પરિવારોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે

 • Share this:
  કિન્નોર : હિમાચલ પ્રદેશના કિન્નૌર (Kinnaur) જિલ્લામાં બટસેરીના પહાડો પરથી પથ્થર (Landslide)તૂટી નીચે પડ્યા હતા. મોટા-મોટા પથ્થર પડવાથી તેની ચપેટમા્ં કેટલાક વાહનો આવી ગયા હતા. આ દુર્ઘટનામાં, પ્રવાસીઓથી ભરેલી ગાડી પર મોટો પથ્થર આવી પડ્યો હતો, જેમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસી સાંગલા રિફર કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કિન્નૌર જિલ્લાના બત્સેરીના ગુન્સા નજીક પથ્થરો પડી જવાને કારણે ચિટકુલથી સાંગલા તરફ આવતા પ્રવાસીઓનું વાહન ભૂસ્ખલનની ચપેટમાં આવ્યું હતું.

  એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગાડીમાં સવાર પ્રવાસીઓ દિલ્હી અને ચંદીગઢથી હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા. ભૂસ્ખલનને કારણે બાસ્પા નદી ઉપરનો પુલ તૂટી ગયો છે, જેના કારણે ગામનો સંપર્ક દેશ અને દુનિયાથી કપાઈ ગયો છે.

  આ પણ વાંચોDon રવિ પુજારીની In side Story: પુત્રીને સાયકોલોજીસ્ટ બનાવી, 11 ભાષા જાણતો, ડોનગીરી કરવા ફ્રેન્ચાઈઝી પણ આપતો

  અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીએ કહ્યું કે, પહાડ પરથી પથ્થરો સતત પડી રહ્યા છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવા માટે સરકાર પાસેથી એક હેલિકોપ્ટરની માંગ કરવામાં આવી છે, જેને ટૂંક સમયમાં પહોંચવાની ખાતરી આપવામાં આવી છે. કિન્નૌર ડીસી આબિદ હુસેન સાદિક, એસપી એસઆર રાણા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.  મુખ્યમંત્રી જય રામસિંહ ઠાકુરે આ દુખદાયક ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 'કિન્નૌરની બત્સેરીમાં ભૂસ્ખલનના કારણે સર્જાયેલ અકસ્માત હ્રદયસ્પર્શી છે. તે ખૂબ જ દુ:ખદ છે કે, પ્રવાસીઓથી ભરેલ વાહન મોટા પથ્થરોની ચપેટમાં આવી ગયું અને 9 લોકો મૃત્યુ પામ્યા અને 2 ઘાયલ થયા અને 1 અન્ય રાહગીર ઘાયલ થયો છે. ભગવાન સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. મેં ફોન દ્વારા કિન્નૌર જિલ્લા વહીવટીતંત્ર પાસેથી અકસ્માતની માહિતી લીધી હતી અને તેમને દિશા-નિર્દેશો આપ્યા હતા. વહીવટીતંત્રે સ્થળ પર રાહત કામગીરી શરૂ કરી છે અને અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ આપવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત લોકો ઝડપી સ્વસ્થ થાય તેવી, હું ભગવાનને પ્રાર્થના કરું છું. ॐ શાંતિ! '

  આ પણ વાંચો - ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર ઝડપાયો, જુઓ - કેટલો મોટો છે તેનો બિઝનેસ

  આ બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે તેમને હાર્દિક શોક છે. તેમણે કહ્યું કે ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે પીએમઓએ ટ્વિટ કર્યું છે કે, હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભયાનક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારાઓના પરિવારોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50 હજાર (પીએમએનઆરએફ) આપવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: