Home /News /national-international /

દુનિયાના સૌથી ઊંચા દિલ્હી-લેહ રૂટ પર HRTC બસ સેવા બંધ કરાશે

દુનિયાના સૌથી ઊંચા દિલ્હી-લેહ રૂટ પર HRTC બસ સેવા બંધ કરાશે

મનાલી લેહ હાઈવે પર હવે બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે, જેથી હવે આ માર્ગ પર જવું ખતરાથી ખાલી નથી

મનાલી લેહ હાઈવે પર હવે બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે, જેથી હવે આ માર્ગ પર જવું ખતરાથી ખાલી નથી

    દુનિયાના સૌથી ઊંચા અને દેશના સૌથી લાંબા દિલ્હી મનાલી-લેહ રૂટ પર હિમાચલ પથ પરિવહન નિગમ (એચઆરટીસી)ની બસ સેવા બંધ થઈ ગઈ છે. 15 સપ્ટેમ્બર બાદ આ બસ સેવાને બંધ કરી દેવામાં આવી છે.

    મનાલી લેહ હાઈવે પર હવે બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે, જેથી હવે આ માર્ગ પર જવું ખતરાથી ખાલી નથી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે 24 મેના રોજ દિલ્હીથી લેહ માટે એચઆરટીસી તરફથી બસ સેવા શરૂ કરવામાં આવી હતી.

    કુલ્લુમાં એચઆરટીસીના રિઝનલ મેનેજરે બસ સેવા બંધ કરવાની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, 16 સપ્ટેમ્બરે લેહથી અંતિમ વખત કુલ્લુ ડેપોની બસ અહીં પહોંચી છે.

    ત્રણ બસ ચાલે છે લેહ માટે
    ઉલ્લેખનીય છે કે, લેહ માટે દિલ્હી સિવાય મનાલી અને કેલાંગથી અલગ અલગ ત્રણ બસ ચાલે છે. બે બસ એચઆરટી અને એક બસ સેવા હિમાચલ ટૂરિઝમ વિભાગ તરફથી ચલાવવામાં આવે છે. 15 સપ્ટેમ્બરથી ત્રણે બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, હવે અગામી વર્ષ 2019ના મે મહિનામાં બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

    વર્ષ 2008માં શરૂ કરવામાં આવી હતી સેવા
    દેશના સૌથી ઊંચા અને લાંબા રૂટ લેહ-મનાલી-દિલ્હી પર વર્ષ 2008માં સૌથી પહેલા બસ સેવા શરૂ કરવામાં આવી હતી અને હવે 10 વર્ષથી આ બસ સેવા ચાલી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Stopped, શિમલા

    આગામી સમાચાર