હિમાચલ પ્રદેશ : શિમલા જિલ્લાના રામપુર બુશહર ખાતે એક 19 વર્ષિય યુવક સતલુજ નદી (Satluj River)માં કૂદી ગયો હતો. જોત-જોતામાં યુવક સતલજ નદીની વિકરાળ લહેરોમાં ગાયબ થઈ ગયો. સોમવારે આ ઘટના બાદ મંગળવારે સવાર સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ (Shimla Police) આ મામલે તપાસ કરી રહી છે. આ કેસ સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ યુવક બપોરે કુલ્લુ જિલ્લા સાથે શહેરને જોડતા જગતખાના પુલ પરથી સતલુજ નદીમાં કૂદી ગયો હતો. આ યુવક મૂળ ઉત્તરપ્રદેશનો હતો અને અહીં ઘરે ઘરે ફરી કાર્પેટ વેચતો હતો. આ યુવાન પાણીના પ્રવાહમાં થોડા અંતરે દેખાયો હતો, પછી ઘોડાપુર નદીમાં ગાયબ થઈ ગયો હતો. આ દરમિયાન અહીંથી પસાર થતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાતમી મળતાની સાથે જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવક વિશે માહિતી એકઠી કરી હતી.
યુવક સોમવારે સવારે રામપુર હોસ્પિટલમાં શરદી, તાવ માટે દવાઓ લેવા ગયો હતો. જ્યારે તે પોતાની રૂમ પર પાછો ગયો, ત્યારે તેણે તેના ભાઈઓને કહ્યું કે, ડોક્ટરે તેને કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. તે યુવક એકદમ માનસિક રીતે અસ્વસ્થ લાગ્યો હતો, તેથી તેના ભાઈઓએ સમજાવ્યું કે, ગભરાવવા જેવું કંઈ નથી. યુવકે તેમની વાત સાંભળીને ઓરડામાંથી બહાર નીકળી અને બહારથી રૂમના દરવાજા પર અડો મારી નીકળી ગયો. જ્યારે ભાઈઓએ દરવાજો ખોલવા માટે ખુબ બુમો લગાવી ત્યારે મકાન માલિકે સાંભળી દરવાજો ખ્લ્યો. બહાર નીકળતાની સાથે જ તેમણે જોયું કે, જહાંગીર પુલની પર દેખાયો હતો અને તે પુલ પરથી તેમની આંખોની સામે જ તે પુલ પરથી કૂદી ગયો હતો. આ જોઈને તે ચારેય નદીના કાંઠે દોડી ગયા હતા, તેને બચાવવાના પ્રયાસમાં નદીમાં જવાની કોશિશ કરી, પરંતુ થોડી જ ક્ષણમાં તે યુવક તેમની નજરથી ગાયબ જ થઈ ગયો.
યુ.પી.નો હતો યુવાન
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, નદીમાં કૂદી ગયેલો યુવક જહાંગીર (19), પુત્ર બરકત અલી, ગામ સદબાગ, પોલીસ સ્ટેશન હડિયા, જિલ્લા પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. તે અહીં કાર્પેટ વેચવાનું કામ કરી રહ્યો હતો. પોલીસ ગુમ થઈ ગયેલા યુવકની શોધ સતલુજ નદીના કાંઠે કરી રહી છે. પરંતુ હજુ સુધી સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી. હાલમાં સતલજ નદી ઘોડાપુર સાથે વહી રહી હોવાથી તેને શોધવામાં મુશ્કેલી આવી રહી છે. ડીએસપી રામપુર ચંદ્રશેખર કાયથે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશનો 19 વર્ષિય યુવક જગતખાના પુલ પરથી નદીમાં કૂદી ગયો હતો. પોલીસ તેની શોધ કરી રહી છે. નદીમાં કાદવ ઘણો છે, જેના કારણે પણ ઘણી મુશ્કેલી ઉભી થઈ રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર