શિમલાઃ નવા વર્ષના ઠીક પહેલા હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ફરી એક વાર બરફવર્ષા (Snowfall) થઈ છે. રવિવાર રાત્રે હિમાચલમાં ભારે બરફવર્ષા અને વરસાદ પડ્યા બાદ શિમલા (Shimla), મનાલી (Manali), ડેલહાઉસી (Dalhousie) સહિત અનેક પર્યટન સ્થળોમાં જોરદાર બરફવર્ષા થઈ છે. શિમલા અને ધર્મશાળા (Dharmashala)ના નડ્ડી અને સોલાન (Solan)માં સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. સોલાનના સુબાથૂમાં 25 વર્ષ અને ધર્મપુરમાં 20 વર્ષ બાદ બરફવર્ષા થઈ છે. બરફવર્ષાથી મનાલી-લેહ અને આની-જલોડી જોત નેશનલ હાઈવે સહિત 401 રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તેને ફરી ખોલવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
ક્યાં, કેટલા રસ્તાઓ થયા બંધ?
ચંબામાં સૌથી વધુ 150 રસ્તા બંધ છે, જ્યારે કુલ્લુમાં 57, લાહૌલ સ્પીતિમાં 75, મંડીમાં 27, શિમલામાં 87 રસ્તા બંધ છે. આ ઉપરાંત પણ નાના-મોટા રસ્તા પર વાહન વ્યવહાર ઠપ છે. હિમાચલ એસટી નિગમના 377 રૂટ પ્રભાવિત થયા છે. જ્યારે બસો અડધે રસ્તે ફસાઈ ગઈ છે. રાજ્યમાં બરફવર્ષાથી 344 ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણીની સપ્લાયમાં અડચણ ઊભી થઈ છે. અટલ ટનલ રોહતાંગને પણ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવી છે. સોલંગનાલા પર્યટન સ્થળને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રશાસને પ્રવાસીઓને મનાલીથી પાંચ કિમી દૂર નેહરુકુંડ સુધી જ જવાની મંજૂરી આપી છે.
હિમાચલના 6 શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે. મનાલી 0.6 ડિગ્રી, કલ્પા -3.4, કેલાંગ -11.6, ભુંતર -1.2, મંડી -2 ડિગ્રી, સોલાન -0.5, સુંદરનગરમાં લઘુત્તમ પારો -1.6 ડિગ્રી નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઉનામાં 23.6 ડિગ્રી રેકોર્ડ થયું છે.
ક્રિસમસ (Christmas) અને નવું વર્ષ ઉજવવા (New Year Celebration) હિમાચલ પહોંચેલા પ્રવાસીઓને તાજેતરમાં થયેલી બરફવર્ષાથી લાભ થઈ ગયો છે. પર્યટકો સોમવારે દિવસભર પર્યટન સ્થળોમાં બરફની વચ્ચે મસ્તી કરતા જોવા મળ્યા. શિમલા-મનાલી સહિત પર્યટન સ્થળોની હોટલો પેક થઈ ગઈ છે. બીજી તરફ નવા વર્ષની ઉજવણી કરવા વધુ પર્યટકો આવવા લાગ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર