9 નવેમ્બરે હિમાચલમાં ચૂંટણી, નથી થઇ ગુજરાત ઇલેક્શનની તારીખ જાહેર

Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 3:54 PM IST
9 નવેમ્બરે હિમાચલમાં ચૂંટણી, નથી થઇ ગુજરાત ઇલેક્શનની તારીખ જાહેર
Network18 | News18 Gujarati
Updated: November 18, 2017, 3:54 PM IST
ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. અહીં નવ નવેમ્બરનાં રોજ ચૂંટણી થશે અને 18 ડિસેમ્બરનાં રોજ તેની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી પંચ અનુસાર આ માટે 16 ઓક્ટોબરથી નામાંકનની પ્રક્રિયા શરૂ થશે.

ચૂંટણી પંચનું કહેવું છે કે, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં EVMની સાથે VVPATનો પણ ઉપયોગ થશે. આ સાથે જ હિમાચલ પહેલું એવું રાજ્ય થશે જ્યાં ચૂંટણીમાં VVPATનો ઉપયોગ થશે.

રિમાચલની ચૂંટણી માટે 7521 મતદાતા કેન્દ્ર બનાવવામાં આવશે. તારીખની જાહેરાત સાથે જ હિમાચલમાં આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ પ્રમાણે હિમાચલ ચૂંટણીમાં ઉમેદવારો 28 લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરી શકશે. સાથે જ કાઉન્ટિંગ હોલમાં વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

ec_live755_1507804554_618x347

ગુજરાતમાં ચૂંટણીની તારીખની નથી થઇ જાહેરાત પણ બંને ચૂંટણીનું રિઝલ્ટ એક સાથે જ આવશે. તેથી ચૂંટણી પંચનું કહેવું છે કે, ગુજરાતમાં 18 ડિસેમ્બર પહેલાં જ વિધાનસભા ચૂંટણી થશે. જેમાં હિમાચલ અને ગુજરાતમાં એક સાથે વોટની ગણતરી થશે. ચૂંટણી પંચનાં સૂત્રોનું માનીયે તો, ગુજરાતમાં બે ફેઝમાં ડિસેમ્બરનાં બીજા અઠવાડિયામાં થશે ચૂંટણી.
First published: October 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर