જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને કલમ-35એ હટાવવાને લઈ ધમાસણ મચ્યુ છે. આ મામલા બાદ હવે હિમાચલની કલમ-118ને લઈ પણ પ્રશ્ન ઉઠવા લાગ્યા છે. લોકસભામાં મંગળવારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બીલ પર ચર્ચા દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે, તે હિમાચલમાં એગ્રીકલ્ચર લેન્ડ ખરીદી શકે છે? અસદુદ્દીન ઓવૈસી ઓલ ઈન્ડિયા મઝલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ પણ છે.
હિમાચલમાં જમીન ખરીદવા પર રોક
તમને જણાવી દઈએ કે, કલમ-118 હેઠળ હિમાચલમાં કૃષી ભૂમી નથી ખરીદી શકાતી. ગેરહિમાચલીને અહીં જમીન ખરીદવા માટે મંજૂરી નથી. જોકે, હિમાચલમાં કોમર્શિયલ પ્રયોગ માટે જમીન ભાડા પર આપાય છે. પરંતુ, તેના માટે શરતો અને નિયમો છે.
કલમ-118 પર પણ વિક્રમાદિત્ય
હિમાચલના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા વીરભદ્રસિંહના પુત્ર અને હાલના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે કાશ્મીરને લઈ કેન્દ્રના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. સાથે હિમાચલમાં કલમ-118ની જોગવાઈને લઈ પણ લખ્યું. વિક્રમાદિત્યએ કહ્યું કે, હવે હિમાચલમાં લોકોમાં કલમ-118ને હળવી કરવાને લઈ પણ ડર છે. જોકે, તેમણે કહ્યું કે, જો આવુ કરાશે તો, કોંગ્રેસ તેનો કડક વિરોધ કરશે અને આ કોઈ પણ કિંમતે સહન નહીં કરવામાં આવે.
શું છે કલમ-118
વર્ષ 1972માં હિમાચલમાં એક વિશેષ કાયદો બનાવવામાં આવ્યો. આવું એટલા માટે કરવામાં આવ્યું, જેથી બીજા રાજ્યના પૈસાવાળા અને સુવિધા સંપન્ન લોકો પ્રદેશમાં જમીનો ના લઈ શકે. ઉલ્લખનીય છે કે, 70ના દશકમાં હિમાચલની પ્રજા આર્થિક રીતે એટલી મજબૂત ન હતી. જેથી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી કે, જમીન વેંચી દેશે અને હિમાચલના લોકો ભૂમિહીન તઈ જશે.
આને જાય છે કલમ-118નો શ્રેય
હિમાચલ નિર્માતા અને પ્રદેશના પહેલા સીએમ ડોક્ટર યશવંત સિંહ પરમાર સરકારે આ કાયદો બનાવ્યો હતો. હિમાચલ પ્રદેશ ટેનન્સી એન્ડ લેન્ડ રિફોર્મ્સ એક્ટ 1972માં વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. એક્ટના 11મા ચેપ્ટર કન્ટ્રોલ ઓન ટ્રાન્સફર ઓફ લેન્ડમાં કલમ-118 હેઠળ ગેર-ખેડૂતને જમીન વેચવા પર રોક લગાવી દેવામાં આવી. સાથે એવા કોઈ વ્યક્તિને જમીન ટ્રાંસફર નથી કરી શકાતી, જે ખેડૂત ન હોય.
ધૂમલ સરકારે કર્યું હતું સંશોધન
2007માં ધૂમલ સરકાર બની તો, તેમણે કલમ-118માં સંશોધન કર્યું અને જોગવાઈ કરી કે બહારના રાજ્યનો કોઈ વ્યક્તિ જો હિમાચલમાં 15 વર્ષથી રહેતો હોય અને બોનોફાઈડ હોય, તે જમીન ખરીદી શકે છે. જોકે, આનો ખાસો વિરોધ થયો હતો. બાદમાં કોંગ્રેસ સરકારે આ શરતને વધારી 30 વર્ષ કરી દીધી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર