શિમલા : હિમાચલ પ્રદેશ (imachal Pradesh)ની રાજધાની શિમલા (Shimla)ના કચ્ચી ઘાટીમાં એક 7 માળની ઇમારત (7 માળની ઇમારત) અચાનક તૂટી પડી. જો કે ઇમારત તૂટે તે પહેલા જ ખાલી કરાવી દેવામાં આવી હતી, જેને પગલે કોઇ અકસ્માત થયો ન હતો અને કોઇના જાન -માલને નુકસાન થયું ન હતું.
બિલ્ડિંગ ધરાશાયી થયાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 7 માળની ઈમારત ગણતરીની સેકન્ડમાં જમીન દોસ્ત થઈ જાય છે. આ બિલ્ડીંગમાં ઘણા પરિવારો રહેતા હતા. સ્થળ પર હાજર અધિકારીના જણાવ્યા મુજબ, મકાનના કાટમાળને કારણે નીચેનાં મકાનોને નુકસાન થયું હતું. કેટલીક ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે.
જ્યારે આ ઈમારત ધરાશાયી થઈ ત્યારે શિમલા વહીવટીતંત્રની ટીમ સ્થળ પર હાજર હતી. ડેપ્યુટી મેયર અને શિમલાના ડીસી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડેપ્યુટી મેયર શૈલેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, વરસાદના કારણે દર્શન કુટીરનો પાયો નબળો પડી ગયો હતો. એટલા માટે મકાન ધરાશાયી થયું. બિલ્ડિંગને સમયસર સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતુ, જેથી કોઈ જાન -માલનું નુકસાન થયું નથી.
મકાન ગેરકાયદે હતું કે નહીં તેની તપાસ કરવામાં આવશે
શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજે કચ્ચી ઘાટીમાં તોડી પાડવામાં આવેલી 7 માળની ઇમારતની તપાસ અંગે તપાસના આદેશ આપ્યા છે, જ્યારે હવે કોર્પોરેશન પણ આ મામલે તપાસ કરશે. કોર્પોરેશનના જોઇન્ટ કમિશનર અજીત ભારદ્વાજે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની એક ટીમ સ્થળનું નિરીક્ષણ કરશે અને તપાસ કરવામાં આવશે કે બિલ્ડિંગ ગેરકાયદેસર છે કે નહીં. જોકે, આ કેસમાં કોર્પોરેશન દ્વારા અગાઉ બિલ્ડિંગના માલિકને કોઈ નોટિસ આપવામાં આવી નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર